<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સાંસદ પુનમબેન માડમે NHAIના અધિકારીઓ સાથે રોડ-રસ્તાઓની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી

કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં ધ્રોલ-ભાદ્રાપાટીયા-આમરણ-પીપળીયા નેશનલ હાઇવે 151 A માટે લગત વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૬  : જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સાસંદ પુનમબેન માડમે NHAI- નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીશ્રીઓ સાથે રોડ-રસ્તાની સમીક્ષા અંગે બેઠક યોજી હતી. સાંસદશ્રીએ કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં ધ્રોલ-ભાદ્રાપાટીયા-આમરણ-પીપળીયા નેશનલ હાઇવે 151 A માટે લગત વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. પ્રશ્નોના ઉકેલ માટેની જિલ્લા સ્તરીય ખાસ પરામર્શ બેઠકમાં સાંસદશ્રીએ રોડ-રસ્તાઓ તથા ખેડૂતોને લગત રજુઆતો સાંભળી સકારાત્મક દિશામાં કાર્યવાહી કરવા અધિકારીશ્રીઓને સૂચન કર્યા હતા. 

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારીશ્રીઓ, નેશનલ હાઈવે ઓફ ઓથોરીટીના અધિકારીશ્રીઓ, અગ્રણીઓ, ખેડૂતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

 

(1:00 PM IST)