<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

સુત્રાપાડા દરિયાકિનારેથી બિનવારસી ચરસનું પેકટ મળતા તપાસનો ધમધમાટ

 

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૬: સુત્રાપાડા ખાનગી કંપની પાછળ બિનવારસી ચરસનું પેકેટ મળી આવતા પોલીસે કબજે કરી કાર્યવાહી શરૂ કરેલ છે આ પેકેટ મળતા ગીર સોમનાથ જીલ્લા તમામ દરીયાકાંઠાના વિસ્‍તારોમાં ચેકીગની કાર્યવાહી હાથ ધરાયેલ છે.

ગીર સોમનાથ એસઓજી, એલસીબીના અધિકારીઓને બાતમી મળેલ કે દરીયાકિનારે પ્‍લાસ્‍ટીક પેકીગમાં કઈ પદાર્થવાળુ પેકેટ પડેલ છે જેથી ખાનગી કંપની પાછળ પોલીસ તાત્‍કાલીક દોડી ગયેલ હતી ત્‍યાંથી પેકેટ કબજે કરતા તેમાથી ચરસ ૧૧૫૦ ગ્રામ આશરે કીમત ૫૭ લાખ ૫૦ હજારની હોવાનું જણાવેલ હત આ પહેલા પણ વેરાવળ,વડોદરા ઝાલા,ધામળેજ સહીતના બંદરોના વિસ્‍તારોમાંથી ડ્રગ્‍સ, ચરસ સહીત કરોડો રૂપીયાનું જથ્‍થો ઝડપાયેલ હતો પોલીસે ગીર સોમનાથ જીલ્લિાના દરીયાકિનારે સઘન ચેકીંગ હાથ ધરેલ છે.

હાલ તમામ દરીયામાં બોટોને જવાની મનાય હાય તેમ છતા દરીયા કિનારે ચરસ નું પકીગ મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયેલ છે બોટ આવતી જતી હોય તો તેમાંથી કયાંય ચરસ આવેલ હોય પણ આ પકેટ કોણ નાખી ગયું તેની તપાસ ચાલુ કરાયેલ છે પેકેટની ઉપર અફધાન પ્રોડકટ લખેલ છે

(1:19 PM IST)