<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

ભચાઉમાં અજાણ્‍યા શખ્‍સોના હુમલામાં ઘાયલ થયેલા પપ્‍પુનું મોતઃ બનાવ હત્‍યામાં પલ્‍ટાયો

યુવાન સાત દિવસથી રાજકોટ સારવાર હેઠળ હતોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટઠ તા. ૧૬: ભચાઉના માનસરોવર વિસ્‍તારમાં રહેતાં પપ્‍પુ રામજીભાઇ ચોૈધરી (ઉ.વ.૨૮) નામના યુવાન પર ગત ૯/૭ના રોજ ધોકાથી અજાણ્‍યા શખ્‍સોએ હુમલો કર્યો હતો. આ યુવાને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે.

હત્‍યાનો ભોગ બનનાર પપ્‍પુ મુળ ઝારખંડનો વતની હતો અને હાલ ભચાઉ રહી સેન્‍ટીંગ કામની મજૂરી કરતો હતો. તે ત્રણ ભાઇ અને બે બહેનમાં બીજો હતો. સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. પિતા ખેતી કામ કરે છે. તેની પત્‍નિનુ઼ નામ શીલાદેવી છે. પોતે ગત નવમીએ ઘર પાસે હતો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ ઝઘડો કરી ધોકાથી માર માર્યો હતો. આ ઇજા જીવલેણ નીવડી છે. ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૪)

 

(3:33 PM IST)