તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વોટ્સએપ હેલ્પલાઈન સુવિધા શરુ કરવામાં આવી.
65-મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના પ્રજાજનોના પ્રાથમિક સુવિધાની સમસ્યાઓના ઉકેલ માટે વોટ્સએપ હેલ્પલાઈન સુવિધા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : 65-મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના પ્રજાજનોના પ્રાથમિક સુવિધાની સમસ્યાઓના ઉકેલ માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વોટ્સએપ હેલ્પલાઈન સુવિધાનો પ્રારંભ થયો છે
મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પ્રાથમિક સુવિધાની સમસ્યાના નિરાકરણ માટે વોટ્સએપ હેલ્પલાઈન સુવિધા આજથી શરૂ કરવામાં આવી છે.
8758013433 નંબર ઉપર આપની સમસ્યાનો, ફોટો/વિડિયો, સરનામું, ડિજિટલ લોકેશન,તમારું નામ,અનેમોબાઈલ નંબર વિ.આ તમામ વિગતો આ વોટ્સએપ નંબર પર મોકલી આપવા વિનંતી.
આપ દ્વારા મોકલવામાં આવેલ સમસ્યા સંબંધિત વિભાગમાં મોકલી આપવામાં આવશે અને શક્ય બને તેટલું વહેલું સમસ્યાનો ઉકેલ લાવવાનો સન્નીષ્ઠ પ્રયાસ થશે. જે વિદિત થાય.
આ નંબર પર માત્ર મેસેજ થશે.. કોઈ પણ પ્રકારની વાતચીત થશે નહીં જેની નોંધ લેવા વિનંતી કરાઈ છે ..
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
