News of Wednesday, 16th July 2025
ગાંધીધામના સંકેતનીધિ આંગડિયા પેઢી સંચાલકનું અપહરણ બાદમાં છુટકારો
ભચાઉના જંગી પાસે ભોગ બનનાર આંગડિયા પેઢી સંચાલક સુરક્ષિત મળ્યા :કાર મૂકી ભાગી જનાર આરોપીઓની ધરપકડ માટે પોલીસની તજવીજ

ગાંધીધામની સંકેતનીધિ આંગડિયા પેઢીના સંચાલકનું અપહરણ કરાયુ હતું. આંગડિયા પેઢી સંચાલક કેતન કાંકરેચાને, કેટલાક શખ્સોએ કારમા ઉઠાવી ગયા હતા. સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેના આધારે પૂર્વ કચ્છ પોલીસે વિવિધ ટીમો બનાવી તાત્કાલિક કાર્યરત થઈ આરોપીઓનું પીછો કરતા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવ્યા હતા. ભચાઉના જંગી પાસે ભોગ બનનાર આંગડિયા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવેલ છે. કાર મૂકી ભાગી જનાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે તો બીજીબાજૂ અપહરણ કરાયેલા ગડિયા પેઢીના સંચાલકની પુછપરછ હાથ ધરાઈ છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
