તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ચોરાઉ બાઈક સાથે બે શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા
બેલા રંગપર રોડ પર આવેલ શ્રી રામ પેકેજીંગ કારખાનાના ગેટ બહારથી ચોરી થયેલા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબી તાલુકા પોલીસે જુના ઘુંટુ રોડ ઉપરથી બે શખ્સોને ચોરાઉ બાઈક સાથે પકડી લઈ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ બન્ને શખ્સની ધરપકડ કરી બાઇક કબ્જે કઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો કારખાના સામેથી બાઈક લઈને જતા વિક્રમભાઇ ઊર્ફે વિકુડો મસાભાઈ વાજેલીયા ઉ.વ.૩૫ અને કાંન્તીભાઇ ક૨શનભાઈ પાસેલીયા ઉ.વ.ર૦ને અટકાવી બાઈકના આધાર પુરાવા માંગતા તેમની પાસે ના હોય અને બાઈક રજી.નંબર GJ-03-DK-0219ની ખરાઈ ક૨તા તે બેલા રંગપર રોડ પર આવેલ શ્રી રામ પેકેજીંગ કારખાનાના ગેટ બહારથી ચોરી થયેલા હોવાનું જાણવા મળતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
