તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 17th July 2025
મોરબી એસટી ડેપોમાં કન્ડક્ટરની સંખ્યામાં 17 કંડકટરનો વધારો.
નવા કંડકટરોને તા. 18 અને 19 રાજકોટમાં ડિવિઝન કક્ષાએ તાલીમ આપવામાં આવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજયમાં એસટી નિગમે તાજેતરમાં મોટી સંખ્યામાં કંડકટરોની ભરતી કરી છે. જેમાંથી 17 કંડકટર મોરબી એસટી ડેપોને ફાળવવામાં આવ્યા છે.
આ અંગે મોરબીના એસટી ડેપો મેનેજરે જણાવ્યું કે મોરબી ડેપોને નવા 17 કંડકટર ફાળવવામાં આવ્યા છે. આ કંડકટરોને ડેપોએથી ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી રહી છે. જે તા.17ના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ આ નવા કંડકટરોને તા. 18 અને 19 રાજકોટમાં ડિવિઝન કક્ષાએ તાલીમ આપવામાં આવશે. બાદમાં આ કંડકટરને મોરબી ડેપોમાં ફરજ ઉપર લેવાશે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
