તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
મુન્દ્રા બંદરે ૧૫૦ શંકાસ્પદ કન્ટેનરોની તપાસ: બે કન્ટેનરમાંથી ૩ કરોડના ચાઈનીઝ ફટાકડા જપ્ત
કાયદાની છટકબારીનો લાભ લેતા વ્હાઇટ કોલર દાણચોરોને કોઈનો ભો નથી, સયુંક્ત તપાસ થાય તો મોટું હવાલા કૌભાંડ ખુલે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : આયાત નિકાસમાં સરકારી લાભોનો ગેરઉપયોગ કરી દાણચોરી કરતા તત્વોને કાયદાનો ડર ન હોય એમ એક પછી એક કૌભાંડો ઝડપાતા રહે છે. મુન્દ્રા પોર્ટ ઉપર ડીઆરઆઈ અને કસ્ટમ દ્વારા ૧૫૦ શંકાસ્પદ કન્ટેનરોને અટકાવી તપાસ હાથ ધરાઈ છે. તેમાં બે કન્ટેનરમાંથી ૩ કરોડના ચાઈનીઝ ફટાકડા ઝડપાયા છે. આયાતકાર પાર્ટી દિલ્હીની હોઈ એનો ખુલાસો માંગ્યો છે. જોકે, આવી કામગીરી અંગે સરકારી એજન્સીઓ દ્વારા સત્તાવાર માહિતીની શા માટે પ્રેસ રિલીઝ કરાતી નથી એ મોટો પ્રશ્ન છે. ચાઈનીઝ ફટાકડા ઉપર ૪૦૦ ટકા કસ્ટમ ડ્યુટી હોઈ ડ્યુટી ચોરીના મોટા ખેલ સાથે આ દાણચોરી કરાઈ હોવાનું જાણવા મળે છે. પોર્ટ ઉપર થતી કરોડોની દાણચોરીની તપાસ જો વિવિધ એજન્સીઓ સયુંક્ત રીતે કરે અને કસ્ટમ એજન્ટની ભૂમિકા પણ તપાસવામાં આવે તો મોટું હવાલા સ્કેમ ખુલી શકે છે. જોકે, બે કન્ટેનર સિવાય અન્ય કન્ટેનરોની તપાસ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સબંધિત એજન્સી દ્વારા કરાઈ નથી.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
