News of Thursday, 17th July 2025
વરસાદમાં ધોવાયેલા રસ્તાઓ અને ખાડાના મુદ્દે મુન્દ્રા કોંગ્રેસ આકરા પાણીએ: ભાજપ સામે વિરોધ પ્રદર્શન
દેશ અને દુનિયાના નામાંકિત અદાણી પોર્ટ જતા રસ્તે હજારો વાહન ચાલકો હેરાન, શહેર અને સોસાયટીના રસ્તાઓ ભંગાર રસ્તાઓથી પ્રજા પરેશાન, કોંગ્રેસનું ઝીરો પોઈન્ટ ઉપર વિરોધ પ્રદર્શન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ :કચ્છમાં વિકાસ હવે રસ્તાના ખાડાઓમાં અટવાયો છે. ભ્રષ્ટાચારે લીધેલા ભરડાને નાથવામાં સરકાર અને શાસકો નિષ્ફળ નીવડી રહ્યા છે. ઝીરો પોઈન્ટથી તેમ જ રાસાપીર સર્કલથી અદાણી પોર્ટ તરફ જતા બંને રસ્તાઓમાં ઠેકઠેકાણે ખાડાઓ છે. ધોવાયેલા રસ્તાઓ અને ખાડા મુદ્દે મુન્દ્રા શહેર અને તાલુકા કોંગ્રેસ પરિવારે ઝીરો પોઇન્ટ વિસ્તાર માં વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુન્દ્રા શહેર માં મેઘરાજા ના પ્રથમ રાઉન્ડ ના આગમન બાદ શહેરી વિસ્તાર તેમજ સોસાયટી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તાર ના રસ્તાઓ ભંગાર હાલત માં ફેરવાઈ ગયા છે અને સ્થાનિક પ્રશશન ની માર્ગો પર પડેલા ખાડા માં થીગડાં ભરવાની ફુરસદ નથી...
મુન્દ્રા શહેર નજીક આવેલ ઝીરો પોઇન્ટ વિસ્તાર અગત્ય નો માર્ગ છે અને આ માર્ગ પર થી દરરોજ હજારો વાહનો પસાર થઈ રહ્યા છે અને હાલ ના વરસાદ બાદ હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને ચો તરફ ફૂટ ફૂટ ના મોટા ખાડા ઓ થી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે...
મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીરમ ગઢવી એ જણાવ્યું હતું કે ધહેર ની સાથે તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ના રસ્તાઓ પણ બિસ્માર હાલત માં ફેરવાઈ ગયા છે અને તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા..
મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર સિંહ જાડેજા એ જણાવ્યું હતું કે મુન્દ્રા બારોઇ નગરપાલિકા વિસ્તાર માં વરસાદ બાદ વિવિધ સોસાયટીઓ ની હાલત ખુબ ખરાબ છે અને દિવસો સુધી વરસાદી પાણી નિકાલ ના અભાવે ભરાયેલા પડ્યા છે..
સુધરાઈ ના કોંગ્રેસ ના કાઉન્સિલર જાવેદ પઠાણ એ જણાવ્યું હતું કે મુન્દ્રા ના બારોઇ રોડ પર માર્ગ ગટર અને ગેસ લાઈન ના કામો ચાલુ હોવાથી વરસાદ માં નગરજનો ને ખરાબ માર્ગો ના કારણે ભોગવવું પડે છે...
તેમજ શહેર ના વિવિધ મુખ્ય માર્ગો પર પણ ફૂટ ફૂટ ના ખાડાઓ પડેલા છે..
મુન્દ્રા કોંગ્રેસ ના આસારિયા ગઢવી, કાદર તુર્ક,સામરા ગઢવી,ભગવતસિંહ જાડેજા, રમેશ મહેશ્વરી,તેમજ કોંગ્રેસ ના હોદેદારો, આગેવાનો બહોળી સંખ્યા માં વિરોધ પ્રદર્શન માં જોડાયા હતા. (તસ્વીરો: રાજ સંઘવી, મુન્દ્રા)
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
