<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

જામકંડોરણાના જેન્‍તીભાઇ પહેલા માળે રેલીંગ રીપેર કરતી વખતે પટકાયાઃ મોત

રાજકોટમાં સારવારમાં દમ તોડયોઃ પરમાર પરિવારમાં ગમગીની

 

 

રાજકોટ તા. ૧૭: ધોરાજીના જામકંડોરણામાં એક આધેડનું પોતાના ઘરે રેલીંગ રીપેર કરતી વખતે પહેલા માળેથી પડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ જામકંડોરણામાં રહેતાં જેન્‍તીભાઇ બેચરભાઇ પરમાર (ઉ.વ.૪૮) ગઇકાલે સવારે પોતાના ઘરે પહેલા માળે રેલીંગનું કામ કરતાં હતાં ત્‍યારે અકસ્‍માતે પગ લપસતાં પડી જતાં માથા શરીરે ગંભીર ઇજાઓ થતાં ધોરાજી સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.મૃત્‍યુ પામનાર જેન્‍તીભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતાં અને કડીયા કામની મજૂરી કરતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, પરેશભાઇ, ધર્મેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જામકંડોરણા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

 

(10:53 AM IST)