<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ભાયાવદરના ખાખીજાળીયા-મોજીરા ગામે વિદેશી દારૂ સાથે ૩ ને રૂરલ એલસીબીએ ઝડપી લીધા

તસ્‍વીરમાં દારૂ સાથે પકડાયેલ ત્રણેય શખ્‍સો નજરે પડે છે. 

રાજકોટ, તા., ૧૮ :  ભાયવદરના ખાખીજાળીયા અને મોજીરા ગામે રૂરલ એલસીબીએ દરોડા પાડી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્‍સોને ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહએ પ્રોહી. તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ નેસ્‍તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર  વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્‍સ. એચ.સી.ગોહીલના માર્ગદર્શન હેળ એલસીબી સ્‍ટાફ કાર્યરત હતા એ દરમ્‍યાન એએસઆઇ શકિતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, પો.હેડ કોન્‍સ. કૌશીકભાઇ જોષી તથા અરવિંદસિ઼ંહ જાડેજાને મળેલ સંયુકત હકિકત આધારે ખાખીજાળીયા ગામેથી અટક કરેલ આરોપીઓ ભાગ્‍યરાજસિંહ સમરથસિંહ ચુડાસમા રહે. ગામ ખાખીજાળીયા તા.ઉપલેટાને ૭૦ બોટલ દારૂ કિ. ૭૭૦૦૦ અને મોજીરા ગામે ૭ર બોટલ દારૂ કિ. ૭૯ર૦૦ સાથે પુનીત દેવાણંદભાઇ સુવા રહે. ગામ મોજીરા તથા વશરામભાઇ બટુકભાઇ બાંભવા રહે. ગામ ભાંખ તા. ઉપલેટાને ઝડપી લીધા હતા.

આ કાર્યવાહી રૂરલ એલસીબીના એએસઆઇ બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, અનિલભાઇ બડદોકીયા, હેડ કો. કૌશીકભાઇ જોષી તથા ડ્રા. પો.ઇન્‍સ. અબ્‍દુલભાઇ શેખ દ્વારા કરવામાં આવી હતી. 

(11:05 AM IST)