<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

મીઠાપુરના ટ્રાન્‍સપોર્ટમાં ચોરી કરનાર બે ઝડપાયા

ખંભાળીયા, તા., ૧૭ : મીઠાપુર પો.સ્‍ટે. એ પાર્ટ કલમ-૩૦૫(એ),૩૩૧ (૩), ૩૩૧(૪), મુજબનો ગુન્‍હો ગઇ તા.૧૪/૦૭/૨૦૨૫ ના જાહેર થયેલ હોય જે ચોરીના ગુન્‍હોઓ શોધી કાઢવા અનુંસંધાને હકિકત આધારે મેઠારામ ટ્રાન્‍સપોર્ટમાંથી   ચોરી કરેલ ટ્રકના માલ સામાન તથા ટ્રેક્‍ટરના માલ સામાન સાથે ફુલ કિ.રૂા.૪૪,૨૦૦/- ના મુદામાલ સાથે બેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. કબ્‍જે કરેલ મુદામાલ (૧)ઇલેક્‍ટ્રીક લાઇટનો સફેદ તથા પીડા કલરનો કેબલ જેની આશરે કી.રૂ-૧૦૦૦/- તથા નં(૨)ઇલેક્‍ટ્રીક મોટર નંગ-૦૧ જેની આશરે કિ.રૂ-૩૦૦૦/- તથા નં(૩) ટ્રકનો હાઈડ્રોલીક ઙ્કેસર પંપ નંગ-૧ જેની આશરે કી.રૂ.૫,૦૦૦/- નં(૪)ફેસીંગ પ્‍લેટ નંગ-૦૩ જેની આશરે કી.રૂ.૧,૫૦૦/- નં(૫) ટ્રકના કેબીન માઉન્‍ટીંગના ડટ્ટા નંગ-૦૧ જેની આશરે કી.રૂ .૧૦૦/- નં(૬)ટ્રકની એન્‍જીન પીસ્‍ટન સ્‍લીવ નંગ-૦૧ જેની આશરે કી.રૂ-૨૦૦/- નં(૭)ટ્રકના કમાનની પાટલી નંગ-૦૩ જેની આશરે કી.રૂ-૬૦૦ નં(૮) ટ્રકનુ એકસલ કવર નંગ-૦૧ જેની આશરે કી.રૂ-૧૨૦૦/- નં(૯) ટ્રકના ગીયર બોકસના કવર નંગ-૦૧ જેની આશરે કી.રૂ -૩૦૦૦/- નં(૧૦)ટ્રકની વ્‍હીલની એકસેલ નંગ-૧૪ જેની કી.રૂ-૨૮,૦૦૦/- તં(૧૧) ટ્રકના ગીયર બોકસના ચીપીયા નંગ-૦૩ જેની કી.રૂ-૬૦૦/- આમ કુલ કી. રૂા.૪૪,ર૦૦નો છે. જે આરોપીઓ  (૧) વિજયભાઇ દીલુભાઇ બરહારીયા ઉ.વ-૪૨ ધંધો-મજુરી રહે, આરંભડા સીમ ચોપગી વિસ્‍તાર (૨) વિકીભાઈ ગોવિંદભાઈ ગોદળીયા ઉ.વ-૧૯ ધંધો-મજુરી રહે.સુરજકરાડી સીમ અંબે મા મંદીર પાસે પકડાયા છે.

 આ કામગીરી (૧)પોલીસ ઇન્‍સ્‍પેકટર ડી.એન.વાંઝા,(૨)પો.હેડ.કોન્‍સ નરેન્‍દ્રસિંહ કીશોરસિંહ જાડેજા (૩)પો.કોન્‍સ જયપાલસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા (૪)પો.કોન્‍સ ભુપેન્‍દ્રસિંહ મનહરસિંહ જાડેજા (૫)પો.કોન્‍સ સુનીલભા સમૈયાભા માણેક (૬)પો.કોન્‍સ રાજદીપસિંહ હરદેવસિંહ ઝાલાએ કરી છે.

(11:07 AM IST)