તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 17th July 2025
લોધીકાના ચાંદલી-ગોંડલના ઘોઘાવદર ગામે જુગારના દરોડાઃ 9 પત્તાપ્રેમી પકડાયા

રાજકોટ તા. 17 :.. લોધીકાના ચાંદલી અને ગોંડલના ઘોઘાવદર ગામે જૂગારના દરોડોમાં 9 પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતાં.
રાજકોટ ગ્રામ્ય ના પોલીસ અધિક્ષક હીમકરસીંહ તથા ના.પો.અધિ ગોંડલ કે.જે.ઝાલા તરફથી જુગારની બદી નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે લોધીકા પોસ્ટે ના પો.ઇન્સ યુ. આર. ડામાર ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન એ.એસ.આઇ વિપુલભાઇ ગુજરાતી તથા પો.હેડકોન્સ. માવજીભાઈ ડાંગર ને ખાનગી રાહે બાતમી મળેલ કે ચાંદલી ગામની સીમમાં અમુક ઇસમો ખેતરના મકાનમાં જુગાર રમતા હોય જેથી ત્યા રેઇડ કરી જુગાર રમતા પકડેલ
(1) વિક્રમસીંહ મુળુભા જાડેજા ચાંદલી ગામ (ર) હમીર સુલેમાનભાઈ દોઢીયા ખીજડીયા ગામ તા-કાલાવડ જી-જીમનગર (3) દામજી હીરાભાઇ વાઘેલા ધંધો-ખેતીકામ રહે. ચીભડા તા-લોધીકા (4) અરવિંદ બાબુભાઇ ચારોલા જાતે- કોની ધંધો-મજુરી ઉ.વ.34 રહે. ચીભડા (5) વિનોદ મોહનભાઇ ગોંડલીયા ધંધો ખેતી ઉ.વ.55 રહે. ચીભડા ગામ તથા (5) રમેશ ચકુભાઇ શીંગાળાને ધંધો-ખેતી ઉ.વ.60 રહે.સાંગણવા તા-લોધીકા જી.રાજકોટ રોકડા રૂા. 3પ,700 અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.આ કાર્યવાહી લોધીકાના પીએસઆઇ આઇ. એમ. સરવૈયા, પો. હેડ કો. વાઘાભાઇ ત્રમટા, તથા પો. કો. ખોડાભાઇ તથા પો. કો. અભયભાઇ સહિતના સ્ટાફે કરી હતી. બીજા દરોડોમાં ગોંડલ તાલુકા પોલીસે ઘોઘાવદર ગામે મોવીયા તરફ જતા કાચા રોડ પર આવેલ દિનેશ ઉર્ફે દલુભાઇની વાડી એ જવાના રસ્તા પાસે ઝાડ નીચે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (1) વિનુ છગનભાઇ ધંધો ખેતી, (ર) જીતેન્દ્ર વિનુભાઇ મકવાણા ધંધો મજૂરી, તથા (3) કિરીટ ભીખાભાઇ ધડુક ધંધો મજૂરી રહે. ત્રણે ઘોઘાવદર ગામને રોકડા રૂા. 3ર80 અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતાં.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
