<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

વંથલી માણાવદર પૂલનું નિરીક્ષણ

જૂનાગઢ,તા.૧૭: જિલ્લા કલેક્‍ટર રાણાવસિયાએ વંથલી માણાવદર બાંટવા સરાડીયા વચ્‍ચે આવેલા સ્‍ટીલ ગર્ડર અને સ્‍ટીલ ફ્રેમ ટાઈપના અંદાજીત ૬૦ વર્ષ જુના મેજર બ્રિજ પૂલનું નિરીક્ષણ કર્યુ હતુંૅ. આ બ્રિજની લંબાઈ ૯૧.૨૦ મીટર છે અને પહોળાઈ ૭.૧૦ મીટર જેટલી છે. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના સતત અને સુચારૂ માર્ગદર્શનના પગલે સમગ્ર રાજ્‍યમાં પૂલ મરામતનું કામકાજ ત્‍વરિત ગતિએ ભાલી રહ્યું છે.

આ બ્રિજ વિશેની તમામ તાંત્રિક માહિતીનો તાગ મેળવ્‍યો હતો. તેમજ સંબંધિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીગણ, કર્મચારીગણને જરૂરી તકેદારી રાખવા અંગે, સમયાંતરે જરૂરી તમામ પૂલો અને રસ્‍તાઓ ઈન્‍સ્‍પેકશન કરવાની, તાત્‍કાલિક રીપેર કરવાની તેમજ રોડ સેફટી ગાઈડલાઈન મુજબ સૂચનાઓ આપી હતી.આ મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગ (રાજ્‍ય) જૂનાગઢ ટીમ કાર્યપાક ઈજનેરશ્રી ડી.કે.નાધેરા, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી વી.એ.ગોસ્‍વામી, સેકશન ઓફિસરશ્રી કે.એલ.વદર, વંથલી પ્રાંત અધિકારીશ્રી ગોહિલ સહિતના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. 

(11:43 AM IST)