તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
ચડ્ડી બનિયન ગેંગનો સરદાર કચ્છમાંથી ઝડપાયો
આંતરરાજ્ય વોન્ટેડ ગુનેગાર સુરમ ઉર્ફે સુરેશ કાલીયા મીનામાને સતર્ક સિક્યુરીટી ગાર્ડની મદદથી પોલીસે ઝડપ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : ઔદ્યોગિક વિકાસ સાથે કચ્છ જિલ્લો ક્યાંક ને ક્યાંક આંતરરાજ્ય વોન્ટેડ ગુનેગારો માટે આશ્રયસ્થાન બની રહ્યો છે. પશ્ચિમ કચ્છ જિલ્લાની મુન્દ્રા પોલીસે ચડ્ડી બનિયન ધારી ગેંગના સરદારને સતર્કતા દાખવી ઝડપી પાડ્યો હતો. ગત ૧૪ જુલાઈના મોડી રાત્રીના મુન્દ્રા ગોકુલમ સોસાયટીના સીક્યુરીટી ગાર્ડ હરદેવસિંહ રાણાએ ટેલીફોનથી મુન્દ્રા પોલીસ સ્ટેશને જાણ કરી હતી કે ગોકુલમ સોસાયટીના સીસીટીવી કેમેરામા અમુક ચડ્ડી બનિયાન પહેરેલ ઇસમો સોસાયટીમાં પ્રવેશ કરતા દેખાય છે. પોલીસની મદદ મોકલો. આ મેસેજ મળતાં જ ફરજ પરના પીએસઓએ નાઈટ પોલીસના કર્મચારીઓને તુરંત ત્યા પહોચવા સુચના આપી હતી. પોલીસે સમયસુચકતા વાપરી ત્યાં પહોંચી ગઈ અને ફોન કરનાર વોચમેન હરદેવસિંહ રાણા તથા સોસાયટીના માણસો સાથે મળી એક ઇસમને તે જગ્યા પરથી ચોરી કરેલ મુદામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સીક્યુરીટી ગાર્ડ હરદેવસિંહ રાણાએ જાગૃતિ દાખવી પોલીસને સમયસર જાણ કરી હિંમત અને બહાદુરીપુર્વક કામ કર્યું હતું.
મુન્દ્રા પીઆઇ આર.જે. ઠુમ્મર અને પીએસઆઇ ડી.જે. ઠાકોરે પૂછપરછ કરતા આ રીઢો ગુનેગાર પોતાના નામ સહિતની સાચી માહિતી છુપાવતો હતો અને ખોટું નામ અને ખોટી માહિતી આપતો હતો. પોલીસે યુક્તિ પૂર્વક પૂછપરછ અને ઈગુજકોપ સહિત મધ્યપ્રદેશ પોલીસમાં તપાસ કરતા આ આરોપી કુખ્યાત વોન્ટેડ ગુનેગાર નીકળ્યો હતો. તે ચડ્ડી બનિયન ગેંગનો ગુનેગાર ઉપરાંત ગેંગનો સરદાર તેમ જ તેના વિરુદ્ધ ૧૨ થી વધુ ગુનાઓ અલગ અલગ રાજ્યમાં દાખલ હોવાનું ખુલ્યું હતું. તેનું નામ અને પત્તો મધ્યપ્રદેશના અલીરાજપુરના જોબટ તાલુકાના મોટી ઉત્તી ગામનો સુરમ ઉર્ફે સુરેશ કાલીયા મીનામા છે. તેના વિરૂધ્ધ મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યોમા ઘરફોડ ચોરી, લુંટ,આર્મ્સ એક્ટ, વાહન ચોરી જેવા ૧૨ ગુના દાખલ થયેલ છે. આ ગુનેગાર સુરમ ઉર્ફે સુરેશ કર્ણાટકની હલીયાલ જેલમા ૬ વર્ષથી સજા ભોગવતો હતો અને વર્ષ ૨૦૨૩ થી જેલનો ભાગેડુ કેદી છે. તેના વતન ઉદયગઢ તથા અન્ય રાજ્યોના ઘણા ગુનામા વોન્ટેડ છે. મધ્યપ્રદેશમા અલીરાજપુર જીલ્લામા પોલીસ અધિક્ષક દ્વારા આરોપીની ધરપકડ પર ૫ હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે.મુન્દ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
