<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ગોંડલના શ્રીનાથગઢમાં ખેતીની જમીનમાં વેંચાણની કાચી નોંધ નામંજૂર કરી જૈન પરિવારના ભાણેજ તથા કુટુંબીઓને ન્‍યાય અપાવતા ડેપ્‍યુટી કલેકટર

આ કેસમાં વાંધેદારોના પક્ષે રાજકોટના સિનિયર ધારાશાષાી જે.ટી.ફળદુ સાહેબે ધારદાર દલીલો કરી હતી

રાજકોટ,તા.૧૭: ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામના સર્વે નં. ૮૭ પૈકી ૧-૨-૩-૪-૫ (જુના સર્વે નં ૧૬૭) માં આશરે ૧૨ એકર ખેતીની જમીનના ૧૧-૨-૨૦૨૫ના ગેરકાયદેસર વેચાણ દસ્‍તાવેજની કાચી નોંધને નાયબ કલેકટર શ્રી દ્વારા નામંજૂર કરી વાંધેદારોના સમર્થનમાં ચુકાદો આપેલ છે.

આ કેસની વિગત જોતા ખેતીની જમીન મૂળ શ્રીનાથગઢના વ્રજપાળ કેશવજી કોઠારી ના વિશ્વભરમાં વસતા આશરે ૭૫ થી વધારે વારસદારોની વડીલોપાર્જિત મજિયારા પરિવારની HUF મિલકત છે. ઇતિહાસ જોતા નોંધ નં. ૧૪ના પરિણામે ૪ વારસદારો સુંદરજી વ્રજપાળ કોઠારી, મુળચંદ ઝવેરચંદ વ્રજપાળ કોઠારી, પ્રાણજીવન કપુરચંદ વ્રજપાળ કોઠારી તથા રતિલાલ કપુરચંદ વ્રજપાળ કોઠારીના નામ ઉમેરાણાં હતા.

પરંતુ નવી માપણી પછી નોંધ નંબર ૭૨૫ માં પ્રાણજીવન કપુરચંદ સિવાયના ૩ વારસદારોના નામ કમી થયેલ હતા. અહીં વાંધેદારોની દલીલ હતી કે જયારે નવી માપણી થાય ત્‍યારે જમીનના ક્ષેત્રફળમાં ફેરફાર આવી શકે પરંતુ માલિકોના નામ ઓછાના થાય અને અહીં મોટું ફોડ થયેલ.

આ પછી તા.૨૮-૦૪-૧૯૭૫ના ગોંડલ સિવિલ કોર્ટના ચુકાદામાં આ વડીલોપાર્જીત ખેતીની જમીનના તે સમયના હયાત વારસદારો - પક્ષકારોનો હિસ્‍સો નિર્ધારિત કરવામાં આવેલ હતો. જે ગુજરાત હાયકોર્ટના ચુકાદા (ફર્સ્‍ટ અપીલ) નંબર ૧૭૦/૧૯૭૬ તારીખ ૪-૨-૧૯૮૨ માં પણ માન્‍ય રાખવામાં આવેલ હતો.

ઉપરોક્‍ત બંને ચુકાદાઓ છતાં પ્રાણજીવન કપુરચંદે માત્ર પોતાના વારસદારોના નામ ગેરકાયદેસર રીતે ૭/૧૨ માં ઉમેરેલ હતા. ઉપરોક્‍ત કોઈપણ એન્‍ટ્રી સમયે અન્‍ય૩ના હક્કદાર- વારસદારોને ૧૩૫ડીની નોટિસ આપવામાં આવેલ ન હતી. જેથી વાંધેદારોની રજુઆત હતી કે એન્‍ટ્રી અને તેની કાર્યવાહી રદબાતલ ગણાય.મૂળ વ્રજપાળ કેશવજી કોઠારીના ઉત્તરોત્તર મહત્તમ વારસદારો રાજકોટમાં વસે છે. તેમાંથી હયાત મુખ્‍ય વારસદારો જોઈએ તો ૧૧-૨-૨૦૨૫ના રોજ ગેરકાયદેસર રીતે વેચનારાઓ તથા સંમતિ આપનારાઓમાં પ્રાણજીવન કપુરચંદના વારસદારો જગદીશભાઈ પ્રાણજીવન, હેમેનભાઈ જગદીશભાઈ, સુરેશકુમાર પ્રાણજીવન, કુંજનભાઈ સુરેશચંદ્ર, ધર્મેન્‍દ્ર નવીનચંદ્ર, નેવિલ ધર્મેન્‍દ્ર, પ્રતીક ધર્મેન્‍દ્ર, પંકજ નવીનચંદ્ર, લલિતભાઈ દિનકરરાય, કુશલ લલિતભાઈ, પરેશભાઈ દિનકરરાય, મયુરભાઈ દિનકરરાય, વિગેરે હતા.

તથા વાંધો લેનાર મુખ્‍ય પક્ષકારોમાં સુંદરજી વ્રજપાળ, મુળચંદ ઝવેરચંદ તથા રતિલાલ કપુરચંદ ના વારસદારોમાં હેમેન્‍દ્ર જયવંતલાલ, કિરીટકુમાર રતિલાલ, નિશાંત કિરીટકુમાર, લલિતકુમાર રતિલાલ, અશોકકુમાર રતિલાલ, ભદ્રકાન્‍ત મુળચંદ-મુંબઈ, જીગ્નેશ ભદ્રકાન્‍ત-મુંબઈ, મુકેશભાઈ સાકરચંદ - ગોંડલ, કિરીટકુમાર ઈશ્વરલાલ શેઠ- કોલકતા, તેજસ ચંદ્રકાન્‍ત કામાણી, સાગર ચંદ્રકાન્‍ત કામાણી, વિગેરે છે.

આમ સઘળી હકીકત જાણવા છતાં અન્‍ય વારસદારો ની જાણ બહાર અંધારામાં રાખીને -ાણજીવન કપૂરચંદના વારસદારોએ ગેરકાયદેસર રીતે ખેતીની જમીન વેંચેલ હતી તથા ગોંડલ તાલુકાના વિંઝીવડ ગામના ખાતેદાર કનૈયાલાલ જસમતભાઈ દેવાણી અને ધનસુખભાઇ જસમતભાઈ દેવાણી એ ગેરકાયદેસર રીતે ખરીદેલ હતી. દરેક તથ્‍યોને ધ્‍યાનમાં લઈને વેચાણ દસ્‍તાવેજની કાચી નોંધને નાયબ કલેકટરશ્રી દ્વારા નામંજૂર કરી વાંધેદારોના સમર્થનમાં ચુકાદો આપેલ છે

(11:52 AM IST)