<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

જામનગરમાં પતિએ ઢીકાપાટુનો માર મારતા પત્‍નિના ગર્ભમાં રહેલ બાળકનું મોત :જુઓ વિડીયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭ : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મનીષાબેન લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી, ઉ.વ.૩૧, રે. પ્રભાતનગર, ગુલાબનગરએ ફરીયાદ નોંધાવી છે કે,  ફરીયાદી મનીષાબેનને પાંચ માસનો ગર્ભ હોય અને તા.૧૪-૭-ર૦રપના રોજ ફરીયાદી મનીષાબેનથી શાક બળી જતા આરોપી મનીષાબેન એકદમ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી મનીષાબેનને ઢીકાપાટુનો માર મારેલ તેમજ માથાના ભાગે શાકનું તપેલુ મારેલ બાદ સાવરણી લઈને ફરીયાદી મનીષાબેનના પેટ ઉપર ગર્ભના ભાગે સાવરણીના બે ત્રણ ઘા મારી ફરીયાદી મનીષાબેનને ધકકો મારી નીચે પછાડી દઈ ગર્ભમાં ફરકતી બાળકીનું મૃત્‍યુ નિપજાવી ગુનો કરેલ છે.

દારૂ ઝડપાયો : એક ફરાર

જામનગર :અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૭-ર૦રપના ડીફેન્‍સ કોલોની બાલાજી પાર્ક-૩, પ્‍લોટ નં.૧૦૭ માં આરોપી રમેશભાઈ ભીમજીભાઈ પારીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર૪, કિમંત રૂ.૧ર,૦૦૦/- ની રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ સપ્‍લાય કરનાર આરોપી જયેન્‍દ્રસિંહ ઉર્ફે જયલો નટુભા પરમાર ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બળજબરીથી રૂપિયા અને ગાડી પડાવી લેતા ત્રણ સામે રાવ

જામનગર : ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં રાહુલરંજન ચંદ્રવંશી વિજયકુમાર ચંદ્રવંશી, ઉ.વ.૩૧, રે. સાફન ચોરાયા, ગીરવા ઉદયપુર, રાજયઃ રાજસ્‍થાન વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩-૭-ર૦રપના સોયલ ટોલ  નાકા પહેલા જાહેર રોડ પર આરોપી જયપાલસિંહ રણજીતસિંહ ઝાલા એ ફરીયાદી રાહુલરંજનની ગાડીમાં ઠોકર મારી ફરીયાદી રાહુલરંજનની ગાડી આગળ આડી રાખી દઈ ગેરકાયદેસર અવરોધ કરી આરોપીઓ જયપાલસિંહ રણજીતસિંહ ઝાલા, બ્રીજરાજસિંહ, વસીમ ફરીયાદી રાહુલરંજનની ગાડીમાં બેસી જઈ ફરીયાદી રાહુલરંજનને બળજબરીથી ૩પ૦૦૦ રૂપિયા કઢાવી લઈ તથા ફરીયાદી તથા ફરીયાદી રાહુલરંજનની ગાડી છોડી દેવાનું કહી  અને પોતાની ગાડીમાં થયેલ નુકશાનનીના ફરીયાદી રાહુલરંજન પાસે ૪૦,૦૦૦/- પાઈવેટ સ્‍કેનર ઉપર ટ્રાન્‍સફર કરાવી ફરીયાદી રાહુલરંજનની ગાડી સીઝ કરી તથા ફરીયાદી રાહુલરંજનના પાસેથી લીધેલ રૂપિયા અને ગાડી પરત નહી આપી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

મુરીલા ગામે જુગાર રમતા ઝડપાયા

જામનગર : લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રવિણભાઈ કરશનભાઈ બડીયાવદરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૭-ર૦રપના મુરીલા ગામે આવેલ ગૌશાળા-વાસ પાસે આરોપીઓ બાબુભાઈ માડણભાઈ આયડી, જેઠા માડણભાઈ આયડી, જીવણ ભીમાભાઈ ધુલીયા, ગાંગજી રામજીભાઈ માંતગ, સવજી જેઠાભાઈ આયડી, શૈલેષ નાજાભાઈ ખરા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.ર૮૮૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

પડાણા ગામે જુગાર રમતા બે ઝડપાયા

જામનગર : મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રદિપસિંહ દશરથસિંહ જેઠવા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.પડાણા ગામ ગેઈટની સામે બાવળની ઝાડીમાં આરોપીઓ અજયભાઈ નાથાભાઈ ચાનપા, મુકેશભાઈ મોતીભાઈ વાજા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.પપ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા સાત ઝડપાયા

જામનગર : અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-૭-ર૦રપના સરદારપટેલ સોસાયટી, શેરી નં.ર ના છેડે મંગલમ એપાર્ટમેન્‍ટ પાસે આરોપીઓ બહાદુરસિંહ રામસિંહ જાડેજા, દિલ્‍પેશભાઈ પ્રાણલાલ એડાવ, હેમંતભાઈ  ગોવિંદભાઈ રાઠોડ, ભગવાનજીભાઈ મુળજીભાઈ સુમરીયા, રાજેશભાઈ રતીલાલભાઈ શાહ, દિનેશભાઈ ચમનભાઈ ડાભી, વિનોદભાઈ ગોવિંદભાઈ રાઠોડ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૧,ર૪૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

રીંઝપર ગામે જુગાર રમતા

સાત ઝડપાયા

જામનગર : લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રવિણભાઈ કરશનભાઈ બડીયાવદરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-૭-ર૦રપના રીંઝપર ગામે આવેલ ૬૬-કેવી પાસે સ્‍ટ્રીટલાઈટના અજવાળેઆરોપીઓ દિલીપ રાજશીભાઈ વસરા, દેસુર સોમાતભાઈ ડાંગર, રાજેશ લવજીભાઈ વીરાણી, ઈસ્‍માઈલ હાજીભાઈ બ્‍લોચ, સુરેશ નારણભાઈ રાઠોડ, હિતેશા ભાણજીભાઈ નકુમ, અરજણ નાથાભાઈ વસરા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧,ર૦,૭૦૦/- તથા અલ્‍ટો ફોરવ્‍હીલ કાર જેની કિંમત રૂ.૬પ,૦૦૦/- તથા બે મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૯પ,૭૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

(3:25 PM IST)