તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 17th July 2025
શ્રી જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ ૨૦૨૫ નું તા.૩૧ ઓગસ્ટના રોજ આયોજન
તા. ૧૦/૮/૨૦૨૫ સુધીમાં ફોર્મ મેળવી અને માર્કસ શીટની સાથે પરત કરવાના રહેશે : એલ કે જીથી ઉચ્ચ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : શ્રી રઘુવંશી કર્મચારી સંગઠનના તમામ સભ્યોના બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહ ૨૦૨૫નું આયોજન તારીખ ૩૧/૮/૨૦૨૫ને રવિવારના રોજ કરવામાં આવેલ છે જે માટે ફોર્મ આપવાની છેલ્લી તા. ૧૦/૮/૨૦૨૫ રાખવામાં આવેલ છે નીચેની જગ્યાએથી આ ફોર્મ મેળવી અને માર્કસ શીટની સાથે પરત કરવાના રહેશે ,જે માટેની યોગ્યતા એલ કે જી તથા યુ કે જી ના તમામ બાળકો તથા ધોરણ ૧ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે ૮૦ ટકા કે તેથી વધુ માર્કસ અથવા એ ગ્રેડ કે તેથી વધુ તેમજ ધોરણ ૧૦ થી ૧૨ માટે ૬૦ % કે તેથી વધુ માર્ક્સ મેળવેલ હોય તેવા તથા જેઓએ ઉચ્ચ અભ્યાસક્રમ ડીગ્રી/ ડીપ્લોમાં ૨૦૨૪- ૨૫ના વર્ષમાં અંતિમ સેમેસ્ટરની પરીક્ષા પાસ કરેલ હોય તેવા સંગઠનના સભ્યોના તમામ બાળકો આ સમારોહમાં ભાગ લઈ શકશે.
આ માટેના ફોર્મ લેવા તથા પરત આપવા માટે નીચેના સ્થળે સંપર્ક કરવો તેમજ સભ્ય ફી ભરવાની વ્યવસ્થા પણ આ જ સ્થળોએ રાખેલ છે.
૧) ભાગ્યોદય મેડિકલ સ્ટોર અવંતિકા કોમ્પલેક્ષ,લીમડા લાઈન,ક્રિકેટ બંગલા સામે, જામનગર
૨) શિવ આઈસ્ક્રીમ ,
૫/૧ પટેલ કોલોની, બ્રાહ્મણ બોર્ડિંગ સામે, જામનગર
૩) શ્રીજી એન્ટરપ્રાઇઝ,
જે/૮ નવો હુડકો,હરસિધ્ધિ માતાજી મંદિર રોડ,રણજીત નગર, જામનગર
૪) ડોક્ટર કિશન કારીયા
ડેન્ટલ ક્લિનિક, નંદનવન સોસાયટી શેરી નં.૪, રણજીતસાગર રોડ, જામનગર ખાતે થી આ ફોર્મ મેળવી અને માર્કશીટ સાથે ત્યાં જ તા. ૧૦/૮/૨૫ સુધીમાં પરત કરવાના રહેશે તેમ સંસ્થા પ્રમુખ જયેશ મહેતા મંત્રી શૈલેષ કારીયા તથા પ્રોજેક્ટ ચેરમેન ભાવેશ કટારીયાની સંયુક્ત યાદી માં જણાવ્યું છે
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
