<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

સુરેન્‍દ્રનગર જીલ્લામાં તંત્રની લાલ આંખઃ ૩૦ ડમ્‍પરો ખનીજ ખાલી કરી નાસી છુટયાઃ ૧૪ ડમ્‍પરો સહિત ૭ કરોડનો માલ સીઝ

ખનીજ ચોરી કરનાર લખતરના તડીપાર શખ્‍સે અધિકારીને ધમકી આપીઃ રેકી કરનારા સામે કાર્યવાહી

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૮: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગરેકાયદે ખનન અને વહન કરતા લોકો પર સરકારી અધિકારઓ ઉપરાછાપરી દરોડો પાડી કરોડો રળપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવા છતાં ગેરકાયદે ખનન પ્રવળત્તિ બંધ થતી નથી. ત્‍યારે વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્‍તારોમાંથી ૧૦ જેટલા ગેરકાયદેસર અને પાસ પરમીટ વગરના ઓવરલોડ ડમ્‍પરો સહિત રૂા.૧૪ કરોડનો મુદ્દામાલ કબ્‍જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણ તાલુકા વિસ્‍તારમાં ગેરકાયદે ખનન અને વહનની ફરિયાદો ઉઠતાં ચેકિંગ દરમિયાન ધરમ તળાવ પાસેથી બે ડમ્‍પર, ખોડુ ગામેથી પથ્‍થર ભરેલા ૨ ટ્રક અને વસ્‍તડી-અમદાવાદ હાઈવે પરથી ૧૦ ડમ્‍પર સહિત કુલ ૧૪ ડમ્‍પરને ઝડપી પાડયા હતા અને અંદાજે રૂા.૭ કરોડનો મુદ્દામાલ વઢવાણ મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્‍યો હતો.

પ્રાંત અધિકારી અને મામલતદારના ચેકિંગ દરમિયાન ૨૫ થી ૩૦ ગેરકાયદે ખનીજ સંપત્તિનું વહન કરતા ડમ્‍પરો અલગ-અલગ જગ્‍યા પર ખનીજ સંપતિ ખાલી કરીને નાસી છુટયા હતા.  તેમજ સરકારી ગાડીઓની રેકી કરતા ભૂમાફિયાઓની ગાડી પણ કબજે કરવામાં આવી હતી. જેમાં ભૂમાફિયાઓ દ્વારા અધિકારીઓને ફિલ્‍ડમાં જતા અટકાવવા તેમજ કર્મચારીઓની રેકી કરી રસ્‍તામાં ઉભા રાખી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ભુમાફીયા મેરળભાઈ વજાભાઈ કલોતરા (રહે.લખતર) સામે કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણ પ્રાંત ટીમે હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માળોદ રોડ પર પાસેથી ડમ્‍પરને ઝડપી લીધા હતા. જેમાં રૂ. ૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો હતો. સુરેન્‍દ્રનગર જિલ્લામાં કોઈ પણ રોકટોક વગર પથ્‍થર, રેતી અને સફેદ માટીની ગરકાયદે રીતે થતી ચોરી આમ બની છે. જ્‍યારે જિલ્લામાં આવા ગેરકાયદે ખનીજોનું વહન ડમ્‍પરોથી કરાય છે. જે અકસ્‍માતનું કારણ પણ બનતા હોય છે.

ત્‍યારે ગુરૂવારે નાયબ કલેક્‍ટર વઢવાણ નિકુંજકુમાર ધુળા તથા મામલતદાર પી.એમ. અટારા, અનિરુદ્ધસિંહ વઢવાણની સંયુક્‍ત ટીમ દ્વારા વઢવાણ તાલુકાના અલગ અલગ વિસ્‍તારો જેવા કે વઢવાણ ધરમ-તળાવ પાસે કુલ ૨ પાસ પરમીટ વગરના ડમ્‍પરો તથા ખોડુ ગામેથી કુલ-૨ પથ્‍થરની ટ્રકો તેમજ વસ્‍તડી અમદાવાદ હાઇવે ઉપરથી કુલ-૧૦ ડમ્‍પર મળીને કુલ ૧૪ ડમ્‍પર સહિત આશરે ૭ કરોડનો મુદ્દામાલ મામલતદાર કચેરી વઢવાણ ખાતે સીઝ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી.

આથી ચેકિંગ દરમિયાન સરકારી ગાડીઓની રેકી કરતા ખનીજ માફીયાઓની ગાડીઓ પણ જપ્ત કરવામાં આવેલ છે. ધમકી આપનાર ૮ શખ્‍સ જિલ્લામાંથી તડીપાર સુરેન્‍દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી સામે કાર્યવાહીમાં વાહનની રેકી કરી ખનીજ ચોરી અટકાવવી નહીં તેમ ઘાક ઘમકીઓ અને મારી નાંખવાની ઘમકીઓ આપનાર ખનીજ માફીયાઓ સામે કડક કાર્યવાહી કરતા નાયબ કલેક્‍ટર અને સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ વઢવાણ તરફથી લખતરના મેરૂભાઈ વજાભાઇ કલોત્રાને સુરેન્‍દ્રનગર જિલ્લા સહિત બોટાદ, અમદાવાદ, મોરબી, પાટણ, મહેસાણા, કચ્‍છ અને રાજકોટ એમ કુલ ૮ જિલ્લાની હદમાંથી તડીપાર કરવામાં આવ્‍યા છે.(૬.પ)

(11:14 AM IST)