<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

ભાણવડ-કાલાવાડના બે શખ્‍સો પોણા બે લાખનો દારૂ કારમાં લઇ જતા ઝડપાયા

જામ ખંભાળિયા તા. ૧૮ :..  આ  દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર એક હોટલ પાસેથી રાત્રિના સવા ત્રણ વાગ્‍યાના સુમારે પસાર થઈ રહેલી જી.જે. ૦૨ બી.એચ. ૬૬૬૫ નંબરની નિશાન કંપનીની મોટરકારને પોલીસે અટકાવી ચેકિંગ કરતા આ મોટરકારમાંથી વિદેશી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો.

આથી પોલીસે રૂપિયા ૧,૭૨,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની કુલ ૧૩૧ બોટલ સાથે ભાણવડ તાલુકાના જસાપર ગામના સાગર પાલા કરમુર અને મોટા કાલાવડ ગામના દિલીપ સાજણ વારોતરીયા નામના બે શખ્‍સોની અટકાયત કરી હતી.

આ દરોડાની કાર્યવાહીમાં પોલીસે રૂપિયા ચાર લાખની કિંમતની નિશાન કંપનીની મોટરકાર તથા રૂપિયા ૪૦ હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૬,૧૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઉપરોક્‍ત બંને શખ્‍સોની અટકાયત કરી હતી. દારૂનો આ જથ્‍થો તેઓએ ચોટીલા ગામે રહેતા કુલદીપ ઉર્ફે ધમભા ગોહિલ નામના શખ્‍સ પાસેથી મેળવ્‍યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. જેથી પોલીસે હાલ કુલદીપ ઉર્ફે ધમભા ગોહિલને ફરાર ગણી તપાસ હાથ ધરી છે. (પ-૧ર)

(11:16 AM IST)