News of Friday, 18th July 2025
હળવદમાં મોરબીવાળી : ગટર અને પીવાનું પાણી ભળતું હોવાથી લોકોએ કર્યો ચક્કાજામ
નગર પાલિકા દ્વારા સમસ્યાના ઉકેલ લાવવા કામગીરી શરૂ કરાતા વાહન વ્યવહાર પૂર્વવત : થયો

(દીપક જાની દ્વારા) હળવદ , તા.૧૮: મોરબીમાં પાયાના પ્રશ્નોને લઈને ચક્કજામો કરવામાં આવ્યા હતા. જેની અસર હવે હળવદમાં પણ જોવા મળી રહી છે. હળવદમાં પણ લોકોએ સરા રોડ ઉપર પાણીના પ્રશ્ને ચક્કાજામ શરૂ કર્યો છે. જો કે હાલ પોલીસ દ્વારા સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
હળવદના સરા રોડ ઉપર વોર્ડ નં.૫માં આવેલ હરીનગર સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા દ્વારા અપાતાં પાણીમાં ગટરનું પાણી ભળી જતું હોવાની સમસ્યા છે. આ મામલે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ નિરાકરણ ન આવ્યું હોવાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ સવારે સરા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. જો કે હાલ પોલીસ દ્વારા સ્થાનિકોને સમજાવવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિકો દ્વારા અંદાજે એકાદ કલાકથી ચક્કાજામ યથાવત રાખવામાં આવ્યો હતો. પરંતુ નગર પાલિકા દ્વારા સમસ્યા ના ઉકેલ લાવવા કામગીરી શરૂ કરાતા ચક્કાજામ હટયા હતા અને વાહન વ્યવહાર ફરીથી શરૂ થયા હતા.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
