<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

રાજકોટ નાગરિક સહકારી બેંક ધોરાજી શાખાનો ગ્રાહક મિલન કાર્યક્રમ યોજાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ  તા. ૧૮,નાના માણસોની મોટી બેંક એટલે રાજકોટ નાગરિક સહકારી બેંક, ધોરાજી શાખા ૧૯૭૮ થી સતત જનવિશ્વાસની આરાધના કરી રહી છે. તેના ભાગરૂપે રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન , દિનેશભાઈ પાઠક વાઇસ ચેરમેન ચંદ્રેશભાઇ ધોળકિયા બોર્ડ ઓફ મેનેજમેન્‍ટ ના વાઇસ ચેરમેન કાર્તિકેય મનોજભાઈ પારેખ પ્રભારી ડિરેક્‍ટર લલીતભાઈ વોરા અને અન્‍ય આગેવાનોની હાજરીમાં ગ્રાહક મિલન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ડી સી એમ  વિમલભાઈ રૂપારેલીયા એ ધોરાજી શાખાની વિકાસ ગાથા વર્ણવેલી. અને જણાવેલ કે ધોરાજીમાં આટલી બધી રાષ્‍ટ્રીયકળત બેંક ખાનગી બેંક ની વચ્‍ચે નાના માણસોની મોટી બેંક નો બિઝનેસ મિક્‍સ ૩૦૦ કરોડથી પણ વધારે છે. ૧૯૨ કરોડ ડિપોઝિટ અને ૧૩૫ કરોડ ના ધિરાણ તે નાના માણસોની તાકાત છે.પ્રભારી ડિરેક્‍ટર  લલીતભાઈ વોરાએ ગ્રાહકો અને બહારગામ થી પધારેલ પદાધિકારીઓનું સ્‍વાગત કરેલું,

 સમગ્ર બેંકની માહિતી આપતા ચીફ એક્‍ઝિકયુટિવ ઓફિસર શર્મા એ જણાવેલું હતું કે વડીલો એ છે જનવિશ્વાસની આરાધના કરી હતી તેને લઈને નજીકના દિવસોમાં બેન્‍કનો બિઝનેસ મિક્‍સ ૧૧,૦૦૦ કરોડ થવા જઈ રહ્યો છે. જે નાના માણસો નો વિશ્વાસ છે. રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા એવું આગ્રહ રાખે કે ૨૫% નાનું ધિરાણ હોવું જોઈએ ત્‍યારે આપણી બેંકનું ૬૨્રુ ધિરાણ નાના માણસોનું છે. કાર્યકારી ચેરમેન ચંદ્રેશભાઇ ધોળકિયાએ ભવિષ્‍યના બેન્‍કિંગની વાત કરેલી અને ભવિષ્‍ય માટે બેન્‍કિંગ જરૂરી હશે પરંતુ બેંકના ભવન જરૂરી નહીં હોય તેવું ટેકનોલોજીથી સજ્જ બેન્‍કિંગ થઈ જવાનું છે. વિશ્વવિખ્‍યાત સોફ્‌ટવેર કંપની ઇન્‍ફોસીસ સાથે બેંક એ ટાયપ કરેલું છે અને જે સોફ્‌ટવેરથી મોટી મોટી રાષ્‍ટ્રીયકળત અને ખાનગી બેંક ચાલે છે તે ફિનેકલ સોફ્‌ટવેર નજીકના ભવિષ્‍યમાં રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પણ ઉપલબ્‍ધ હશે.

પ્રાસંગિક ઉદબોધનમાં ચેરમેન  દિનેશભાઈ પાઠક એ મનનીય વાતો કરેલી અને કહેલ કે આ નાગરિક પરિવારની તાકાત છે

કાર્યક્રમમાં આભાર વિધિ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટ ના વાઇસ ચેરમેન કાર્તિકેય પારેખે કરેલી, સંચાલન પરેશભાઈ જાનીએ કરેલું. કાર્યક્રમમાં ૩૦૦ થી વધુ ગ્રાહકો એ ભાગ લીધેલ અને હકારાત્‍મક સૂચનો તથા જરૂરી ફરિયાદો કરેલી જેમનો સ્‍થળ પર જ નિકાલ કરવામાં આવેલ.

(11:33 AM IST)