News of Friday, 18th July 2025
સાયલા તાલુકામાં ૯ દરોડા : કાર્બોસેલનું ખનન : ૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત

વઢવાણ : સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી નવ સ્થળેથી કાર્બોસેલ ખનન કાઢવાની કામગીરી ઝડપી પાડી હતી. તંત્રની ટીમે સ્થળ પરથી ૧ ડમ્પર, ૬ ટ્રેક્ટર, ૧૮ ચરખી અને કેસિંગ, ૪ છાબડા, ખનીજ સહિત અંદાજે ૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લાંબા સમય બાદ કાર્યવાહી કરાતા સવાલો થઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ચોરવીરાની સીમમાં કાર્બોસેલનું ગેરકાયદે ખનન અને વહન થતું છતાં તંત્ર કોઇ કાર્યવાહી કરતું નહતું તેવી લોકમુખે ચર્ચા ઉઠી છે.(૨૩.૧૦)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
