News of Friday, 18th July 2025
કાલાવડ સમાજ સુરક્ષા કચેરીમાં ધ્રુવરાજસિંહ જાડેજાની ૯.પ૪ લાખની ઉચાપત :જુઓ વિડીયો
કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ મામલતદારની જાણ બહાર આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને સહાયની રકમની ઉચાપત કરી લીધી : ખોટા રેકર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો

કાલાવડ તાલુકાની મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરનું કારસ્તાન ઝડપાયું છે.કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપીંડી આચરાઇ છે. સમાજ સુરક્ષા શાખાની યોજનાઓમાંથી છેતરપિંડી કરી છે.ખોટા રેકોર્ડને સાચા દર્શાવી કુલ રૂ. ૯,૫૪,૫૦૦ ની સરકારી રકમની છેતરપીંડી કરી છે.સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.(તસ્વીરઃ હર્ષલ ખંધેડિયા-નવાગામ-કાલાવડ)
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
