તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 18th July 2025
જેતપુરના વડલી ચોક નજીક વાડીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર ,તા.૧૮: જેતપુરના વડલી ચોક નજીક વાળી માંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથધરી છે. શહેરના વડલી ચોક નજીક વોંકળી પાસે આવેલ ખુલ્લા પ્લોટમાંથી ગઈકાલે કોઈ અજાણ્યા યુવાનનો મળતદેહ પડ્યો હોવાની જાણ થતા લોકો એકત્રિત થઈ ગયા હતા આ અંગેની જાણ શહેર પોલીસમાં કરાતા સીટીપીઆઈ વી એમ ડોડીયા સ્ટાફ સહિત સ્થળ પર પહોંચી તપાસ કરતા અંદાજિત ૩૦ થી ૪૦ વર્ષના યુવાનો કોહવાયેલ મળતદેહ પડેલ હોય જેમણે બ્લુ કલરનું પેન્ટ તથા બ્લુ કલરનો વ્હાઈટ લાઇનિંગ ની ચેક્સ વાળો શર્ટ પહેરેલ છે. જેના વાલી વારસ ન મળી આવતા મળતદેહને પીએમ રૂમ ખાતે રાખવામાં આવેલ છે.
આના વિશે જો કોઈને માહિતી હોય તો એ.એસ.આઇ મિલનસિંહ ડોડીયા મો. ૯૭૨૭૨૩૩૫૭૬, અથવા શહેર પોલીસ ૬૩૫૯૬૨૫૭૪૦ ઉપર જાણ કરવી.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
