News of Friday, 18th July 2025
કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ કાલે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે
દેવળીયા સફારી પાર્ક અને મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાત લેશેઃ ખેડૂતો સાથે સંવાદ કરશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૮: ભારત સરકારના કેન્દ્રીય કળષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તારીખ ૧૯ જુલાઈના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.
મંત્રી તા. ૧૯ સવારે ૦૬:૩૦ કલાકે દેવળીયા સફારી પાર્ક, સાસણની મુલાકાત લેશે. ત્યારબાદ ૦૩:૪૫ કલાકે જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાત લેશે અને ખેડૂતો સાથે સંવાદ કરશે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
