<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

ખંભાળીયાને વધુ સ્‍વચ્‍છ કેવી રીતે કરવુ? ભાજપ હોદેદારોની બેઠક યોજાઇ

વોર્ડ ઇન્‍ચાર્જો અને સેનેટરી ઇન્‍સ્‍પેકટર સાથે ચર્ચાઃ અનેક નિર્ણયો લેવાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૮ :.. ગુજરાતના વન અને પ્રવાસન મંત્રીશ્રી તથા ખંભાળીયાના ધારાસભ્‍ય મુળુભાઇ બેરા દ્વારા ખંભાળીયાને સ્‍વચ્‍છ કરવા માટે મિશન સ્‍વચ્‍છ ખંભાળીયા અભિયાન શરૂ કરાયું તથા તે માટે દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી રસીકભાઇ નકુમ તથા ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ મિલનભાઇ કિરત સાતાને તેના આયોજન અમલની જવાબદારી સોંપાતા તેમણે સાતેય વોર્ડ ઇન્‍ચાર્જોને સેનેટરી ઇન્‍સ્‍પેકટર સંજયભાઇ કરમુરની ઉપસ્‍થિતિમાં બોલાવીને દરેક વોર્ડમાં કચરો, ગંદકીની સમસ્‍યાઓ અંગે ચર્ચાઓ તથા તેના નિકાલ માટે કામગીરીનું આયોજન કરીને કેટલાક  મહત્‍વના નિર્ણયો પણ લીધા હતાં.

મહત્‍વના નિર્ણયો

આજથી જ અમલ

બેઠકમાં લેવાયેલા મહત્‍વના નિણયોનો આજથી જ અમલ શરૂ થયો છે. જેમાં દરેક વોર્ડના મુખ્‍ય રસ્‍તાઓ તથા જાહેર સ્‍થળો સવારે વહેલી પ્રાયોરીટી સાથે સફાઇ કરવા, નગરપાલિકા વિસ્‍તારની તમામ દુકાનોમાં દુકાનદારો કચરા પેટી રાખે તથા કચરો કચરા પેટીમાં જ નાખે તથા તેવા સ્‍ટીકર ચોંટાડવા, નાસ્‍તાની લારી-ગલ્લાવાળા જે સ્‍થળે ઉતે ત્‍યાં જતી વખતે ગંદકી ના કરી સફાઇ કરે પેવર બ્‍લોક કે સીસી રોડમાં નીચાણ ખાડા પુરવા તથા ત્‍યાં ગંદા-પાણી ભરાતા મચ્‍છરનો ઉપદ્રવ નિકાલ કરવો, દરેક વોર્ડમાં કચરો ભરવા માટે સવારથી સાંજ સુધી વોર્ડ માટે ખાસ ગાડી રાખવી તથા કોઇ ખરાબ થાય તો સ્‍પેરમાં બે ગાડીથી ઉપયોગ કરવો. રોજ બે કર્મચારી સાતેય વોર્ડનું મોનીટરીંગ કરે તથા સફાઇ કર્મીનો હાજર - ગેરહાજર રીપોર્ટ ગ્રુપમાં નાખવો તથા ચૂંટાયેલા પ્રતિનિધીએ મોનીટરીંગ કરવા જણાવાયું છે.

(1:39 PM IST)