તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
પશુ નિયંત્રણ પોલીસી અંર્તગત શહેરમાં ગેરકાયદેસર ઘાસચારો જપ્તીની કાર્યવાહી : ઘાસચારો દાન કરવો હોય તો “JMC Connect App.” મારફત અથવા મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળાઓ ખાતે દાન કરવા અપીલ
અલગ અલગ ટીમો મારફત અંદાજે ૧પ,૬૦૦ કિલો જેટલો ઘાસચારો જપ્ત કરીને રૂ.૧૧૫૦૦/નો દંડ વસુલ : મ.ન.પા. ધ્વારા શહેરમાં ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ બંધ કરાવવા ઝુંબેશ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૮ : જામનગર શહેરમાં પશુ નિયંત્રણ પોલીસીની અમલવારી કરવા અનુસંધાને માન. કમિશ્નરની સુચના અન્વયે નાયબ કમિશ્નરશ્રી તથા સીટી ઈજનેરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો ઘાસચારો જપ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં આજરોજ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો મારફત અંદાજે ૧પ,૬૦૦ કિલો જેટલો ઘાસચારો જપ્ત કરી, રૂ.૧૧૫૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ. તેમજ ઘાસચારા વેંચાણ કર્તા ધંધાર્થીઓએ કેટલ પોલીસી અંતર્ગત લાયસન્સ/પરમીટ મેળવવાની રહેતી હોય, આમછતાં તેઓ ધ્વારા ધોરણસર લાયસન્સ/પરીમટ લેવામાં આવેલ ન હોય, આથી મ.ન.પા. ધ્વારા શહેરમાં ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ બંધ કરાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
તેમજ જાહેર રોડ રસ્તા પર ઘાસચારો નાખવાની પશુઓ ભેગા થવા અને ટ્રાફિકની સમસ્યા, અકસ્માત થવાનો ભય રહેતો હોય, જાહેર જનતાને રોડ રસ્તાઓ ઉપર ઘાસચારો ન નાખવા અપીલ કરવામાં આવે છે.
વધુમાં લોકોએ ઘાસચારો દાન કરવો હોય તો “JMC Connect App.” મારફત દાન આપવા અથવા મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળાઓ ખાતે દાન કરવા અપીલ કરવામાં આવે છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
