News of Friday, 18th July 2025
ધ્રોલની માધવી માંડલિયાને બેંગકોકમાં માસ્ટર શેફનો ઍવોર્ડ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૮: ધ્રોલના સ્વ. મધુકાંત ત્રિવેદીની પૌત્રી અને હર્ષદ ત્રિવેદીની પુત્રી શ્રીમતી માધવી મોહિત માંડલિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખો ગૌરવ પ્રાપ્ત થયો છે. તેમણે બેંગકોક સ્થિત વિશ્વવિખ્યાત લી કોરડીન બ્લુ ડસ્ટ સંસ્થામાં ભણતરની સાથે ‘માસ્ટર શેફ’નો પ્રતિષ્ઠિત ઍવોર્ડ પ્રાપ્ત કર્યો છે.
આ ઍવોર્ડ તેમને ૪ જુલાઈ, ૨૦૨૫ના રોજ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ઍક વિશિષ્ટ સમારંભમાં આપવામાં આવ્યો હતો. ખાદ્યસંસ્કૃતિ અને કૂકિંગના ક્ષેત્રે બતાવેલી પ્રતિભાને ધ્યાને લઈને તેમને આ માન આપવામાં આવ્યું છે.
શ્રીમતી માધવી માંડલિયાની આ સિદ્ધિ જાણીને ધ્રોલ શહેરમાં ખુશીની લાગણી પ્રસરી છે. ખાસ કરીને ધ્રોલના બ્રહ્મ સમાજ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને સમુદાયના ગૌરવ રૂપે તેમને ઓળખ આપવામાં આવી છે. માધવીબેનનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ ધ્રોલમાં થયું હતું. તેમના આ સફળતાનો ગૌરવ પરિવારજનો ઉપરાંત સમગ્ર ધ્રોલ નગર અનુભવી રહ્ના છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
