News of Friday, 18th July 2025
અમરેલીના વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા લૂંટના ઇરાદે થયાની પોલીસને આશંકા
ખેડૂત પરિવારના પતિ-પત્નીની હત્યાથી ગામમાં ચકચાર: Dy. SP, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી

અમરેલીના વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ખેડૂત વૃદ્ધ દંપતી એકલા રહેતા તેમના હત્યા કરેલા મૃતદેહો મળ્યા છે. ખેડૂત પરિવારના પતિ-પત્નીની હત્યાથી ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસને જાણ કરતા Dy. SP, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, અમરેલીના વડિયામાં આવેલ વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં ખેડૂત વૃદ્ધ દંપતી એકલા રહેતા હતા અને હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. ઢૂંઢિયા પીપળીયા ગામમાં રહેતા મૃતક ચરૂભાઈ રાખોલિયા (ઉં.વ.70) અને મૃતક કુંવરબેન ચરૂભાઇ (ઉં.વ.70) બંને ઘરે એકલા રહેતા હતા. અને તેમના સંતાનો સુરત રાજકોટ રહે છે. ડબલ મર્ડરની ઘટનાની જાણ પોલીસને કરતા Dy. SP, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસના ચક્રોગતિમાન કર્યા છે. લૂંટના ઇરાદે ખેડૂત વૃદ્ધ દંપતીની હત્યા હોવાની પોલીસને આશંકા છે
ઢૂંઢિયા પીપળીયા ગામમાં ખેડૂત વૃદ્ધ દંપતીની હત્યા મામલે DYSP ચિરાગ દેસાઇ,લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની વિવિધ ટીમો સહિત ધારાસભ્ય કૌશિક વેકરિયા ઘટનાસ્થળે પહોંચી છે. ઢૂંઢિયા પીપળીયા ગામમાં ડબલ મર્ડર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે આસપાસમાં રહેતા લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. હત્યા કરેલા સ્થળે અન્ય ચીજવસ્તુઓ લૂંટાય છે કે કેમ? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે. ડબલ મડર હોવાથી SP સંજય ખરાતનું સીધું સુપર વિજન હેઠળ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
