News of Friday, 18th July 2025
માળિયાના માણાબા ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત.
કારખાનામાં કામ કરતા યુવાનનું તળાવમાં નહાવા જતા અકસ્માતે ડૂબી જવાથી મોત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના માણાબા ગામના તળાવમાં ડૂબી જતા ૩૧ વર્ષના યુવાનનું મોત થયું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મૂળ દાહોદના વતની અને હાલ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતા બળવંત કેશરાભાઈ બારીયા (ઉ.વ.૩૧) નામના યુવાન ગત તા. ૧૭ ના રોજ માણાબા ગામના પાદરમાં આવેલ તળાવમાં ન્હાવા જતા અકસ્માતે પાણીમાં ડૂબી જતા મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
