તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 19th July 2025
મોરબીના પીપળીના રહીશો દ્વારા પાણી, રસ્તા અને ગટરના પ્રશ્ને બેલા રોડ ઉપર ચક્કાજામ
સરપંચે મામલો થાળે પાડ્યોઃ રસ્તામાં મેટલ પાથરવાનું કામ શરૂ કર્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૯: મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે લોકો જન આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. પીપળી ગામના સ્થાનિકોએ પાયાના પ્રશ્નોને લઈને ગઈકાલે સાંજે ચક્કાજામ કર્યું હતું. જો કે તુરંત કામ શરૂ કરવામાં આવતા મામલો થાળે પડયો હતો.
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના વિસ્તાર એવા પીપળી ગામની મારૂતિ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓ છે. જેનો કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં અઠવાડિયામાં એક વાર પાણી આવે છે. તેમાં પણ ગટરનું પાણી આવે છે. આ સાથે ઠેક ઠેકાણે ગારા-કીચડ છે. વરસાદનું પાણી ભરાઈ છે. ગટરની સમસ્યા છે. રોડ-રસ્તાનો પ્રશ્ન છે.
આ સમસ્યાઓને લઈ સ્થાનિકોએ ગઈકાલે સાંજે બેલા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. જો કે અંદાજે ૧૦થી ૧૫ મિનિટ જ આ ચક્કાજામ ચાલ્યો હતો. આ વેળાએ સરપંચે મેટલ કામ શરૂ કરાવી દીધું હતું. ઉપરાંત પાણીની સમસ્યા પણ દૂર કરવા પગલાં લેવાનું કહ્યું હતું. તેમ સ્થાનિકોએ જણાવ્યું છે.(૪૦.૧૭)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
