<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

સોમનાથ જતી બસ ટ્રક પાછળ ઘુસી ગઇઃ ટ્રાફીકજામ

રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર સાયલાના થોરીયાળી પાસેનો બનાવઃ જો કે જાનહાની નથીઃ ૩ થી ૪ વ્‍યકિતને સામાન્‍ય ઇજા

 

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૯: રાજકોટ- અમદાવાદ હાઇ-વે ઉપર કાલે મોડી રાત્રીના સોમનાથ જતી બસ ટ્રકની પાછળ ઘુસી જતા અકસ્‍માત સર્જાતા ભારે ટ્રાફિકજામ થયો હતો. જો કે ૩ થી ૪ વ્‍યકિતને સામાન્‍ય ઇજા પહોંચી હતી. કોઇ જાનહાની થઇ ન હતી.

અમદાવાદથી સોમનાથ જતી એક બસને મોડી રાતે હાઇવે પર ગંભીર અકસ્‍માત નડ્‍યો હતો. એક ખાનગી કંપનીની બસને રાતે ૩:૩૫ વાગ્‍યે થોરિયાળીથી રાજકોટ તરફ જતા આ અકસ્‍માત નડ્‍યો હતો. જેમાં બસ એક ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી.

આ ઘટનામાં જીજે-૧૪-એટી-૫૭૫૭ નંબરની બસના ડ્રાઈવર સહિત આગળના ભાગમાં બેસેલા ૩ થી ૪ લોકો ઈજાગ્રસ્‍ત થયા હતા. જોકે કોઈ જાનહાનિ થઇ નહોતી. લોકોને આબાદ બચાવ થયો હતો. તમામ લોકોને સુરક્ષિત બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્‍યો હતો. જોકે આ અકસ્‍માતને પગલે હાઇવે પર મોડી રાતે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.આ બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઇ હતી અને હાઇ-વે ઉપર વાહનવ્‍યવહાર પૂર્વતતઃ કરાવ્‍યો હતો.

(10:46 AM IST)