<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

અંજાર, ભુજ અડધો ઈંચ સાથે વ્હેલી સવારથી જ સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ

કાળા વાદળોથી ઘેરાયેલા આકાશ વચ્ચે સૂરજ ઢંકાઈ જતા ઝરમર ઝરમર વરસાદ સાથે ધાબડિયો માહોલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ :  રાજસ્થાનમાં ભારે વરસાદ વચ્ચે કચ્છમાં આગ ઝરતી ગરમી વચ્ચે આજે સવારથી જ હવામાનમાં પલટો આવ્યો છે. અંજાર, ભુજમાં અડધો ઇંચ વરસાદ સાથે આજે વ્હેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. કાળા વાદળોથી ઘેરાયેલા આકાશ વચ્ચે સૂરજ ઢંકાઈ જતા ઝરમર ઝરમર વરસાદ સાથે ધાબડિયો માહોલ છે.

(10:49 AM IST)