<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

ચોટીલાના ખેરાળા ગામે વિપુલ સોલંકી પર પડોશીઓનો હીચકારો હુમલો

બીજાને ભેગા કરવાની ના પાડતાં ધોકા-કુહાડીના ઘા

 

રાજકોટ તા. ૧૮: ચોટીલાના ખેરાળા ગામે રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં વિપુલ પોલાભાઇ સોલંકી (ઉ.વ.૩૦) પર રાતે સાડા નવેક વાગ્‍યે તે ઘર પાસે હતો ત્‍યારે પડોશમાં જ રહેતાં અજય, રમેશ દેવા, સુનિલ સહિતે ધોકા-કુહાડીથી હુમલો કરી ઇજા પહોંચાડતાંચોટીલા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો છે.બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને કરી હતી. વિપુલે કહ્યું હતું કે હુમલો કરનારા શખ્‍સો તેના ઘર પાસે બીજા લોકોને ભેગા કરી ગેરપ્રવૃતિ કરતાં હોઇ અને ગાળાગાળી દેકારા કરતાં હોઇ પોતે આની સામે વાંધો ઉઠાવતાં ખાર રાખી હુમલો કરાયો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથી ધરી હતી. (૧૪.૬)

(12:37 PM IST)