તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ વેન ઘુસી જતા ૩ વિદ્યાર્થીઓને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯ :.. સુરેન્દ્રનગરના વઢવાણ-કોઠારિયા રોડ પર બાપા સીતારામની મઢુલી પાસે ખાનગી કેમ્બ્રિજ સ્કૂલની વાનને અકસ્માત નડ્યો હતો , જ્યાં માર્ગ પર આગળ જઈ રહેલ ટ્રકના ચાલકે કોઈ કારણોસર અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલ સ્કૂલ વાન ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
આ દરમ્યાન સ્કૂલ વાનમાં સવાર અંદાજે ૩ જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે માર્ગ પર લોકોના ટોળાં ભેગા થયા હતા. તો બીજી તરફ, અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. (પ-ર૦)
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
