<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

દ્વારકા કોરિડોર સહિત મહત્‍વના પ્રોજેકટની ભુપેન્‍દ્રભાઇ પટેલે સમીક્ષા કરી

ગુજરાતમાં ૧૧.૭૩પ કરોડનાં ૧ર ઢાંચાગત અને ધાર્મિક-પર્યટન સ્‍થળોના વિકાસને વધુ વેગવંતો કરાશે

(આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા) ઓખા, તા. ૧૯: ગુજરાત રાજ્‍યના સર્વાંગી વિકાસ માટે રાજ્‍ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા હાઈ-પ્રાયોરિટી ઢાંચાગત અને પર્યટન વિકાસ પ્રોજેક્‍ટસની સમીક્ષા માટે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે  ગાંધીનગર ખાતે ઉચ્‍ચસ્‍તરીય સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં મુખ્‍ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્‍યમંત્રીના મુખ્‍ય સલાહકાર  ડો. હસમુખભાઈ અઢિયા તેમજ સંબંધિત વિભાગોના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

મુખ્‍યમંત્રીશ્રીએ કુલ ૧૨ બહુવિભાગીય વિકાસપ્રોજેક્‍ટસની રૂ. ૧૧,૭૩૫ કરોડની કામગીરીઓની પ્રગતિ અંગે વિસ્‍તળત સમીક્ષા કરી.

વિશેષરૂપે, દ્વારકા કોરિડોરના રૂ. ૮૦૦ કરોડના વિશાળ વિકાસકાર્યનો સમાવેશ પણ આ બેઠકમાં થયો હતો. આ મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ દ્વારકાધીશ ભગવાનના પાવન ધામને વૈશ્વિક ધર્મપ્રેરિત પ્રવાસન નકશા પર સ્‍થાન અપાવવાનો દ્રઢ સંકલ્‍પ ધરાવે છે. ઓખા મંડળને કેન્‍દ્રમાં રાખી આ કોરિડોર અંતર્ગત ધાર્મિક, સાંસ્‍કળતિક વારસો અને પર્યટનને આધારભૂત બનાવતા ઢાંચાગત સુવિધાઓનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે.

ટુરિઝમ વિભાગ દ્વારા રજૂ કરાયેલા અન્‍ય મુખ્‍ય પ્રોજેક્‍ટસમાં અંબાજીધામનો સર્વાંગી વિકાસ, પાવાગઢ ખાતે મહાકાળી માતાજી મંદિરે ચાલી રહેલા ઢાંચાગત કામો, મોકાર સાગર (પોરબંદર)ને વૈશ્વિક પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવાનો આયોજન, કળીક ડેવલપમેન્‍ટ તથા મેન્‍ગ્રોવ રેસ્‍ટોરેશન, શિવરાજપુર બ્‍લ્‍યુ ફલેગ બીચ અને સોમનાથ બીચનો વિકાસ, તેમજ કાંથરપુર મહાકાળી વાડ અને ધરોઈ ડેમને નવા પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવા માટેના વિકાસ પ્રસ્‍તાવોનો સમાવેશ થયો હતો. આ તમામ પ્રોજેક્‍ટસ માટે કુલ રૂ. ૪,૧૮૪ કરોડના ખર્ચનું આયોજન છે.

દ્વારકા કોરિડોરના માધ્‍યમથી ન માત્ર ધાર્મિક પર્યટનને પ્રોત્‍સાહન મળશે, પણ સ્‍થાનિક વસ્‍તીને રોજગાર, આધુનિક ઢાંચાગત સુવિધાઓ અને સમગ્ર વિસ્‍તારના વિકાસ માટે એક નવું અધ્‍યાય શરૂ થશે. રાજ્‍ય સરકાર દરેક પ્રોજેક્‍ટના ઝડપી અને ગુણવત્તાસભર અમલ માટે પ્રતિબદ્ધ છે.

(11:35 AM IST)