તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
સવારે જેતપુરમાં ઝાપટુઃ સોૈરાષ્ટ્ર-કચ્છમાં અસહય ઉકળાટ યથાવત
ધુપ-છાંવવાળુ વાતાવરણઃ પવનના સૂસવાટા

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે અસહય ઉકળાટ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે જેતપુરમાં સવારે ઝાપટુ પડી ગયું હતું.
જેતપુર
(કેતન ઓઝા દ્વારા) જેતપુરઃ જેતપુરમાં આજે સવારે વરસાદી ઝાપટું વર્ષી ગયું હતું. જેતપુરમાં છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ઉકળાટ થતો હોય આજ સવારે જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયું હતું. જેના કારણે લોકોને ગરમી માંથી રાહત મળી હતી રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા હતા.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૭.૫, મહતમ તાપમાન ૩૪, ભેજનું પ્રમાણ ૮૨%, પવનની ગતિ- ૯.૨ કિ.મી. રહી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
