<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

ગીરગઢડામાં વિદેશી દારૂની પેટીઓ સહિત પ.૯૦ લાખનો મુદામાલ જપ્‍ત

ઉદયસિંહ ઉર્ફે વાળા દવેરા અને રાહુલસિંહ ગોહીલની ધરપકડઃ ૪ ની શોધખોળઃ ગીર સોમનાથ એલસીબી ટીમનો દરોડો

 (દિપક કક્કડ દ્વારા) વેરાવૃ, તા., ૧૯: ગીરગઢડા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ  એલ.સી.બી. ગીર સોમનાથ ટીમે શોધી કાઢેલ છે.

એલ.સી.બી.ના પો.ઇન્‍સ. એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્‍સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન પેરોલ ફર્લો સ્‍કવોડના પો.હેડ કોન્‍સ. ઙ્કવિણભાઇ મોરી તથા પો.કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ બારડ એલ.સી.બી ના પો.હેડ કોન્‍સ. કમલેશભાઈ પીઠીયા, ગોવિંદસિંહ વાળા તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ગોહીલ નાઓને મળેલ સંયુક્‍ત બાતમી હકીકત આધારે ગીરગઢડા પો.સ્‍ટે.ના આથમણા પડ ગામની પાણખાણ નામની સીમમાં વાડી વિસ્‍તારમાં પ્રોહીબીશન અંગે રેઈડ કરી નીચે જણાવેલ ઇસમો વિરૂધ્‍ધ ગીરગઢડા પો.સ્‍ટે.માં ગુન્‍હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે (૧) ઉદયસિંહ ઉર્ફે વાળા સ/ઓ ભાવુભાઇ સામતભાઇ દવેરા, ઉ.વ.૨૪ ધંધો ખેતીકામ રહે.આથમણા પડા (પડા પાદર) વાડી વિસ્‍તાર તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ (૨) રાહુલસિંહ ભીમભાઇ ગોહીલ, ઉ.વ.૨૭, ધંધો.હીરાઘસુ, રહે.આથમણા પડા (પડા પાદર), તા.ગીર ગઢડા, જી.ગીર સોમનાથની ધરપકડ કરી છે. જયારે (૩) પ્રફુલ સાદુળભાઇ ગોહિલ રહે. ઉમેજ તા.ઉના, (૪) ભાવેશ રમેશ કામળીયા રહે.સૈયદ રાજપરા, તા.ઉના

(૫) ઉમેશ અરજણભાઇ બાલશ રહે.જેપુર, તા.તાલાળા, (૬) મેહુલ મનહરભાઇ પટેલ રહે.સુરત, આડમોર, ૩૦, નિશાળ ફળીયુ ની શોધખોળ હાથ ધરી છે. ભારતીય બનાવટનો વિદેશી દારૂ પુંઠાની પેટીઓ નંગ-૫૫ તથા પ્‍લાસ્‍ટીકના કાળા ઝભલાઓ નંગ- ૬૮ માં રાખેલ કુલ દારૂની પેટીઓ નંગ-૧૨૩ જે ROYAL BLUE MALT WHISKEY કંપનીની ગોવા બનાવટની ૧૮૦ એમ.એલ.ની પ્‍લાસ્‍ટીકની કંપની શીલપેક બોટલ નંગ-૫૯૦૪ કી.રૂ.૫,૯૦,૪૦૦/ તથા મોબાઇલ ફોન - ૦૧ કી.રૂ.૩૦૦૦/કુલ મુદામાલ કી.રૂ.૫,૯૩,૪૦૦/- જપ્ત કરેલ છે.

આ કામગીરી કરનાર એલ.સી.બી. પો.ઇન્‍સ. એમ.વી.પટેલ, પો.સબ ઇન્‍સ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. પીઠરામભાઇ  જેઠવા, રામદેવસિંહ જાડેજા, ભુપેન્‍દ્રસિંહ ચાવડા, પો.હેડ કોન્‍સ. કમલેશભાઇ પીઠીયા, ગોવિંદસિંહ વાળા તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ગોહીલ, પેરોલ ફર્લો સ્‍કવોડના પો.હેડ કોન્‍સ. પ્રવિણભાઇ મોરી તથા પો.કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ બારડ, ડ્રા.એ.એસ.આઇ. નારણભાઇ ચાવડા તથા નિલેશગીરી નિમાવતે કરી છે. (તસ્‍વીર દેવાભાઇ રાઠોડ) 

(12:04 PM IST)