તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
ટંકારાના લજાઇના ગોૈતમભાઇ પર વીરપર ગામે તા.પં. સદસ્ય સહિતનો હીચકારો હુમલો
ઘર પાસે મોબાઇલ ટાવર નાખવાની ના પાડતાં ડખ્ખો : યુવાન નજીકના વીરપર ગામે કડીયા કામે જતા'તા ત્યારે તા.ંપં. સદસ્ત સહિતના ધારીયા, છરીથી તૂટી પડયાનો આરોપ

રાજકોટ તા. ૧૯: ટંકારાના લજાઈ ગામે રહેતો યુવાન નજીકના વિરપર ગામે કડીયા કામ કરવા ગયો હતો ત્યારે તેના જ ગામમાં રહેતાં તાલુકા પંચાયતના સદસ્ય સહીત ચાર શખ્સોએ આવી છરી અને ધારિયા વડે હુમલો કરતા લોહીલુહાણ થઇ ગયો હતો. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘર પાસે મોબાઇલ ટાવર નાખવાની આ યુવાને ના પાડતાં ડખ્ખો થયો હતો.
જાણવા મળ્યા મુજબ લજાઈ ગામે રહેતા ગૌતમભાઈ ભલાભાઈ સારેસા (ઉ.વ.૩૭)ના યુવાન પર તે સાંજે છએક વાગ્યે વીરપર પાણી પરબ પાસે હતા ત્યારે પંકજ મસોત અને તેની સાથેના ઋત્વિક ચાવડા, પ્રિન્સ ચાવડા સહિતના અજાણ્યાએ આવી ઝઘડો કરી છરી અને ધારિયા વડે હુમલો કરતા ઇજા થઇ હતી. હુમલાને પગલે દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. ગોૈતમભાઇને ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, ધર્મેશભાઇ, પરેશભાઇએ ટંકારા પોલીસને જાણ કરી હતી.
ગોૈતમભાઇના કહેવા મુજબ હુમલો કરનારામાં પંકજભાઇ મસોત ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય છે. મારા ઘર પાસે આ લોકો મોબાઇલનો ટાવર નાખવાની કામગીરી કરાવતાં હોઇ મેં ટાવર મારા ઘરથે થોડે દુર નાખવાનું કહેતાં બોલાચાલી થઇ હતી. આ બાબતનો ખાર રાખી હું વિરપર કડીયા કામ કરવા ગયો હતો ત્યાં પાછળ આવી આ લોકોએ હુમલો કર્યો હતો. આક્ષેપો અંગે ટંકારા પોલીસે તપાસ હાથ ધરી હતી.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
