<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

આદિત્‍યાણામાં ધાર્મિક સ્‍થળોને ડીમોલીશનની નોટીસોઃ ભકત સમુદાયમાં રોષ

તંત્રની નોટીસો સામે વિરોધ વ્‍યકત કરવા આગેવાનો, વેપારીઓ અને ગ્રામ્‍યજનોની આજે સાંજે મીટીંગ

(પ્રકાશ પંડિત દ્વારા) આદિત્‍યાણા તા. ૧૯ :.. તંત્ર દ્વારા ધાર્મિક સ્‍થળોમાં ડીમોલીશન બાબતે નોટીસો ફટકારતા ભકત સમુદાયમાં રોષ વ્‍યાપી ગયો છે. ધાર્મિક સ્‍થળોને ડીમોલેશનની નોટીસો સામે વિરોધ વ્‍યકત કરવા ગામના આગેવાનો અને વેપારીઓ અને ગ્રામ્‍યજનોની આજે સાંજે મીટીંગ મળી રહી છે.

તપશ્વીબાપુની સમાધી વર્ષોથી લોકોની શ્રધ્‍ધાનું પ્રતિક માનવામાં આવે છે. બાળકોથી માંડી મોટા સુધી ગામ નહી પણ આખા વિસ્‍તારમાં આ જગ્‍યાએ માણસો માનતા ઉતારવા આવે છે. આ જગ્‍યા આ વિસ્‍તાર તો ઠીક પણ દેશ-વિદેશમાં પણ પ્રચલીત છે. વિદેશથી પણ લોકો અહીં દર્શન કરવામાં આવે છે. શ્રધ્‍ધાના પ્રતિક આ જગ્‍યાનું ડીમોલેશનની નોટીસ રાણાવાવ મામલતદાર દ્વારા આપવામાં આવતા પ્રચંડ રોષ ફેલાયેલ છે.

દતાત્રેય મંદિર ખાતે પણ અન્નક્ષેત્ર ચાલી રહેલ છે. આ મંદિર દ્વારા રાણાવાવ ખાતે આવેલ ગામમાં રહેતા એકાકી જીવન જીવતા વૃધ્‍ધોને ટીફીન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. અંદાજે ૮૦ થી ૧૦૦ વૃધ્‍ધોને ઘેર ઘરે ટીફીન પહોંચાડવામાં આવે છે અને લોકોની સેવા કરવામાં આવે છે. આવી સેવા કરતા મંદિરને પણ ડીમોલેશન અંગે નોટીસ આપવામાં આવતા નિરાધાર વૃધ્‍ધો પણ આક્રોશ ઠાલવી રહેલ છે.

 

(12:17 PM IST)