<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

અમૃતસર સ્થિત શીખ પંથના ખાસ પવિત્ર તીર્થ-સુવર્ણ મંદિર શ્રી હરમંદિર સાહેબના હેડ ગ્રંથી (મુખ્ય પૂજારી)જ્ઞાની રઘવીરસિંહજી જામનગર આવશે

જામનગર ગુરુદ્વારા સિંઘ સભામાં ભવ્ય ધાર્મિક સમારંભ , અમૃતસરના હેડ ગ્રંથિ અને દેશભરના શીખ આગેવાનો હાજર રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : જામનગર શહેર ફરી એક વખત ધાર્મિક ગૌરવનું ગવાખું બનવા જઈ રહ્યું છે. આવતી 21 જુલાઈ, સોમવારના રોજ રાત્રે 8 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી, શ્રી ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદી નિમિત્તે, જામનગર ગુરુદ્વારા સિંઘ સભામાં ભવ્ય ગુરમત સમાગમ યોજાશે.  આ પાવન અવસર પર અમૃતસર સ્થિત શીખ પંથના પવિત્ર તીર્થ શ્રી હરમંદિર સાહેબના હેડ ગ્રંથિ જ્ઞાની રઘવીર સિંઘજી અને હેડ ગ્રંથિ દિલ્હી ગુરુદ્વારા પ્રબંધક કમિટી, ગુરુદ્વારા શ્રી નાનક પ્યાઉં ના જ્ઞાની બચિતરસિંઘ જી, જ્ઞાની હરબંસ સિંઘ તરનતારન વાલે તથા સરદાર રામસિંઘ રાઠોડ (ઇન્ચાર્જ: શીખ મિશન ગુજરાત, કર્ણાટક, ગોવા) આ સમાગભ માં ઉપસ્થિત રહેશે.    

       કાર્યક્રમ દરમિયાન ગુરુમુખી ભાષા અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે ખાસ સન્માન સમારંભ યોજાશે, જેમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી તરફથી પ્રમાણપત્ર અને આભારપત્ર એનાયત કરવામાં આવશે.

      આ સમારંભ માં શ્રી હરમંદિર સાહેબના હઝૂરી રાગી ભાઈ સુખજીતસિંઘ દ્વારા શબદ કીર્તન કરવામાં આવશે,અને જ્ઞાની બચીતસિંઘ કથા કીર્તન કરવામાં આવશે, મોટી સંખ્યામાં લોકો આ સભારંભ માં લાભ લેશે,

 તે પછી કાર્યક્રમ બાદ ગુરુકા લંગર નું આયોજન કરવામાં આવ્યું છે.

(12:45 PM IST)