<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

મોરબીમાં મેઘરાજા સટાસટી : ૨;કલાકમાં ૨ ઇંચ : અનેક વિસ્તારમાં પાણી...પાણી

લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર બોલાવી : શહેરમાં ઠેર-ઠેર પાણી-પાણી : લાતી પ્લોટ, પંચાસર રોડ સહીત ઘણા વિસ્તારમાં પાણી ભરાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૯ : મોરબીમાં લાંબા બ્રેક બાદ આવેલા મેઘરાજાએ દે ધના ધન વરસાદ વરસાવ્યો છે. શહેરમાં માત્ર બે જ કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. જેને કારણે અનેક રોડ-રસ્તા જળમગ્ન થઈ ગયા છે.

મોરબીમાં આજે ઘણા દિવસો બાદ સવારે 10:15 વાગ્યાના અરસામાં મેઘસવારી આવી પહોંચી હતી. શરૂઆતમાં ધીમી ધારે બાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સરકારી ચોપડે નોંધાયેલ વરસાદ મુજબ મોરબી શહેરમાં સવારે 10થી 12 વાગ્યા દરમિયાન બે ઈંચ વરસાદ પડ્યો છે. 

વરસાદના પગલે લાતી પ્લોટ, પંચાસર રોડ સહીત ઘણા વિસ્તારમાં પાણી ભરાયાનું જાણવા મળી રહ્યુ છે.

(12:58 PM IST)