News of Saturday, 19th July 2025
કચ્છમાં એએસઆઇ અરૂણા જાદવની પ્રેમીના હાથે હત્યા
બોયફ્રેન્ડ અને સીઆરપીએફના જવાન દિલીપ ડાંગચીયાના માતા વિશે એલફેલ બોલનાર મહિલા મિત્રને મળી મોતની સજાઃ લિવ ઈનમાં સાથે રહેતા હતાઃ હત્યા કરનાર બોયફ્રેન્ડ જાતે પોલીસમાં હાજર થયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા., ૧૯: આજની યુવા પેઢીમાં સાથે લિવ ઈનમાં રહેનાર બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કે નવા નવા પરણેલા યુવાન પતિ પત્ની વચ્ચે સામાન્ય મુદ્દે એકબીજા સાથે થતાં વિવાદ બાદ હત્યા જેવા બનાવો ભારે ચર્ચામાં છે. એ વચ્ચે કચ્છના અંજારમાં મહિલા ખ્લ્ત્ અરુણાબેન જાદવની તેમના બોયફ્રેન્ડ દ્વારા કરવામાં આવેલી હત્યાએ જિલ્લામાં ચકચાર સર્જી છે. મૂળ સુરેન્દ્રનગરના દેરવાડા ગામના વતની અને હાલે પૂર્વ કચ્છ પોલીસમાં અંજાર મધ્યે ફરજ બજાવતા અરુણા જાદવ તેમના પુરુષ મિત્ર દિલીપ ડાંગચિયા સાથે ગંગોત્રી નગર અંજારમાં રહેતા હતા. બંને સુરેન્દ્રનગર જિલ્લાના વતની હતા અને લાંબા સમયથી એકબીજાના ગળાડૂબ ઙ્કેમમાં હતા. દિલીપ ડાંગચિયા સીઆરપીએફના જવાન તરીકે મણિપુરમાં ફરજ બજાવે છે. ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના હતા. એ દરમ્યાન બંને વચ્ચે બબાલ થતાં દિલીપે પોતાની પ્રેમિકા એવી ગર્લફ્રેન્ડ અરુણાને ગળે ટૂંપો દઈ હત્યા નીપજાવી હતી. પ્રાથમિક માહિતી મુજબ પારિવારિક મુદ્દે ચર્ચા દરમ્યાન અરુણાએ તેની ભાવિ સાસુ અને બોયફ્રેન્ડ દિલીપની માતા વિશે એલફેલ બોલતા ઉશ્કેરાયેલા દિલીપે મગજ ઉપરનો કાબૂ ગુમાવી ગુસ્સામાં અરુણનું ગળું દાબી હત્યા કરી નાખી હતી. જોકે, હત્યા કર્યા બાદ દિલીપ જાતે જ પોલીસ સ્ટેશને હાજર થયો હતો અને તેણે આ હત્યાની પોલીસને જાણ કરી હતી. અંજાર પોલીસે મામલાની ગંભીરતા સમજી આરોપીની પૂછપરછ સાથે આગળની તપાસ શરૂ કરી છે. (૪.૨૭)
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
