<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણી

શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસર દ્વારા આયોજિત ટ્રસ્ટી મંડળની બેઠકમાં ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી

રાજકોટ : જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.આજની ટ્રસ્ટીમંડળની બેઠકમાં ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે  મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.મા ઉમિયાજી ઉમિયાધામ-સિદસર પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીને નીરામય દિર્ઘાયુષ્ય અર્પે એ જ અંતઃકરણની પ્રાર્થના શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસર દ્વારા કરવામાં આવી છે.

મૌલેશભાઈ ઉકાણીના મોબાઈલ નંબર (+919824400900) ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે

(10:18 PM IST)