News of Saturday, 19th July 2025
ધોરાજીમાં લાંબા સમયથી વિરામ બાદ ફરી ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
બપોર બાદ ધીમીધારે શરૂ થયેલ વરસાદ સાંજ સુધીમાં રેલમછેલ કરી ગયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં છેલ્લા ઘણા લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો બાદ આજરોજ શનિવારે બપોરે 03:00 વાગે ધીમીધારે વરસાદ શરૂ થતા સાંજના છ વાગ્યા સુધીમાં બે ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો
અષાઢ મહિનામાં ભારે વરસાદ હોય છે પરંતુ આ વખતે અષાઢ મહિનો જાણે ખાલી ગયો હોય ધીમીધારે વરસાદ ચાલુ હોય તેવું વાતાવરણ હતું. વાવણી બાદ આઠ દિવસના વિરામ બાદ ભારે બફારા બાદ શનિવારે બપોરે 3:00 વાગે ધીમીધારે વરસાદ શરૂ થતા સાંજના છ વાગ્યા સુધીમાં (50 એમ.એમ) બે ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો સિઝનનો કુલ વરસાદ 12 ઇંચ જેવો નોંધાયો છે
ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડૂતોને પણ મોટી રાહત જોવા મળી છે તેમજ મોટાભાગના ચેક ડેમો પણ ઓવર ફ્લો થઈ ગયા છે અને નવા વાવેતર કરેલા ખેડૂતોને ખૂબ જ મોટી રાહત જોવા મળી છે
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
