<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

જામનગર કુંભારવાડો પઠાણફળીના ખુણા પાસેથી જાહેરમાં ધોડી પાસાનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

બાતમીના આધારે તમામને પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

જામનગર : સીટી એ ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો જામનગર સીટી એ ડીવી પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિહ નીરૂભા સોઢા તથા પો.હેડ.કોન્સ. વિજયભાઇ બળદેવભાઇ કાનાણીને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે પઠાણફળીના ખુણા પાસે જાહેરમાં અમુક ઇસમો ધોડી પાસા વડે રૂપીયાના દાવ લગાડી પૈસાની હારજીત કરી જુગાર રમે છે. 

 હકીકતના આધારે રેઇડ કરતા આરોપી નં- (૧) ઇમરાન ઉર્ફે લીંબો કાસમભાઇ માડકીયા( રહે.ધાચીવાડ, તકીયાપીર પાસે કાલાવાડા નાકા બહાર જામનગર) (૨) યુસુફ ગુલમામદ બાબવાણી ( રહે. શંકરટેકરી નવીનિસાળ પાછળ નાના માતમ પાસે જામનગર) (૩) ગોપાલ - રાજુભાઇ પરમાર( રહે. વિકટોરીયા પુલ પાસે મેધવાર વાસ અમિત ટિંબર પાસે જામનગર) (૪) રવજીભાઇ ગાંડાભાઇ જોગસ્વા( રહે. નાવાગામ ધેડ શંકરના મદીર અગ્રવાત ના દવાખાના પાસે જામનગર) (૫) અનવર કાસમબીન બાહસન( રહે. ગુલાબનગર ત્રાડીયા હનુમાનજીના મંદીર પાસે જામનગર) (૬) મકબુલભાઇ ઉર્ફે નટો અબ્દુલભાઇ દેખાન( રહે. ખાઇફળી જુની પોસ્ટ ઓફીસ પાસે ખોઝાનાકા પાસે જામનગર વાળા) ઓ પકડાઇ ગયેલ અને આરોપીઓ પાસેથી રોકડ રૂ.૧૨,૩૦૦/- તથા ધોડી પાસા નંગ -૨ કી.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૨,૩૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી પો.કોન્સ. રૂષીરાજસિહ લાલુભા જાડેજાએ ફરીયાદ આપી પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિહ નીરૂભા સોઢાએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમા પોલીસ ઇન્સ. એન.એ.ચાવડા તથા એ.એસ.આઇ નરેન્દ્રસિહ ખુમાનસિહ ઝાલા તથા પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિહ નીરૂભા સોઢા તથા વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા - પો.કોન્સ. રૂષીરાજસિંહ લાલુભા જાડેજા તથા કીશોરભાઇ ભુટાભાઇ ગાગીયા દ્રારા કરવામા આવેલ છે.

(11:29 PM IST)