તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
મોરબીના લાલપર નજીક યુવાનને હડફેટે લઈને મોત નીપજાવી અજાણ્યો વાહનચાલક ફરાર.
મોરબી તાલુકા પોલીસે હીટ એન્ડ રન સર્જી નાસી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : લાલપર ગામેં રહેતા શ્રમિક પરિવારનો યુવાન દીકરો બીમાર હતો જેને હોસ્પિટલ લઇ જવા હાઈવે પર વાહનની રાહ જોતા હતા ત્યારે રોડ પર જતા અજાણ્યા વાહનચાલકે યુવાનને ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે હીટ એન્ડ રનના બનાવ મામલે ફરિયાદ નોંધી છે.
મૂળ જામકંડોરણા તાલુકાના સાતુદડ ગામના વતની હાલ મોરબીના લાલપર ગામે રહેતા માવજીભાઈ જીવાભાઈ વેગડાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે દીકરા વિજય (ઉ.વ.૨૮) વાળાની તબિયત સારી ના હોવાથી દવાખાને લઇ જવા લાલપર ગામ પાસે મોરબી વાંકાનેર હાઈવે પર વાહનની રાહ જોતા હતા ત્યારે દીકરો વિજય દોડીને રોડ પર ગયો હતો ત્યારે અજાણ્યા વાહનચાલકે દીકરાને ઠોકર મારતા માથા અને પગમાં ઈજા પહોંચતા બેભાન અવસ્થામાં સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે હીટ એન્ડ રન સર્જી નાસી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
