<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ગોંડલ હિન્‍દુ ઉત્‍સવ સમિતિ દ્વારા ધર્મસભા યોજાઈ : સતત ૪૦માં વર્ષે પણ ટોળીયા પ્રમુખ

ગોંડલ, તા.૨૧: ગોંડલ હિન્‍દુ ઉત્‍સવ સમિતિ દ્વારા સતત ૪૪માં વર્ષે પણ  શોભાયાત્રાના આયોજનને લઈને એક ધર્મસભાનું આયોજન કરાયુ હતુ.  ધર્મસભામાં આગામી જન્‍માષ્ટમીને લઈને ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન સાથે મોટી સંખ્‍યામાં લોકોને જન્‍માષ્ટમી શોભાયાત્રામાં વધુમાં વધુ ફ્‌લોટ્‍સ સાથે જોડાય તેવું જણાવ્‍યું હતું.

હિન્‍દૂ ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાયેલ ધર્મસભામાં ગત વર્ષે વિજેતા થયેલા એક થી પાંચ રનિંગ ફ્‌લોટ્‍સ જેમાં ઙ્કથમ નંબર યુવા સોશયલ ગ્રુપ (સુખનાથ નગર), દ્વિતીય નંબર શિવ ગ્રુપ (શાકમાર્કેટ), ત્રીજો નંબર રુદ્રાક્ષ ગ્રુપ (પટેલ વાડી) અને અલખધણી ગ્રુપ (ભગવતપરા), ચોથો નંબર મહાકાલ ગ્રુપ (પટેલ વાડી) અને બાલાજી ફ્રેન્‍ડ્‍સ ગ્રુપ (ભોજરાજપરા), પાંચમો નંબર રામામંડળ ગ્રુપ (વોરા કોટડા) અને અક્ષય ભારતી ગ્રુપ (ભગવતપરા)ને શીલ્‍ડ તેમજ રોકડ પુરસ્‍કાર તેમજ અન્‍ય ફ્‌લોટ્‍સને રોકડ પુરસ્‍કાર ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યા હતા.

હિન્‍દૂ ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાયેલ ધર્મસભામાં સતત ચાલીસમાં વર્ષે પણ પ્રમુખ તરીકે ગોપાલભાઈ ટોળીયાની વરણી થતા ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા આ નિર્ણયને આવકર્યો હતો. અને ધર્મસભામાં ઉપસ્‍થિત ગૌ સેવકો તેમજ વિવિધ મંડળો, સંસ્‍થાઓ તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા ગોપાલભાઈ ટોળીયાનું ફુલહાર કરી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

ધર્મસભામાં મોટી હવેલીના મુખ્‍યાજી, મામદેવ મંદિરના મહંત ચંદુ બાપુ, વડવાળી જગ્‍યાના મહંત સીતારામબાપુ, લાલદાસ બાપુની જગ્‍યાના મહંત, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ફુલભાઈ ટોળીયા, ગોરધનભાઈ પરવડા, દિનેશભાઇ માધડ, બટુકભાઈ સાવલીયા, હિરેન ડાભી, રાજુભાઇ ધાના, સંજયભાઈ ઘીણોજા, નલીનભાઇ જડીયા, જીગરભાઈ સાટોડીયા, નિર્મળસિંહ ઝાલા, અનિલભાઈ ગજેરા,જીતુભાઇ આચાર્ય સહિતના મોટીસંખ્‍યામાં અગ્રણીઓ અને લોકોની ઉપસ્‍થિતિમાં ધર્મસભા યોજાઈ હતી કાર્યક્રમનુ સંચાલન રાજુભાઈ છાંટબારે કર્યું હતું.

 

(10:20 AM IST)