<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ગોંડલના રેલ્‍વેસ્‍ટેશન ચોકને પી.આર.જાડેજા ચોક નામકરણ : કેમ્‍પમાં ૨૦૦ બોટલ રક્‍ત એકત્રીત

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ કર્મઠ આગેવાન પ્રભાતસિંહ જાડેજા (પી.આર )ની પ્રથમ પુણ્‍યતિથીએ નગરપાલિકા દ્વારા રેલ્‍વેસ્‍ટેશન ચોક ને પી.આર જાડેજા ચોક નામકરણ કરવામાં આવ્‍યું હતુ. આ નિમિતે તેમના પુત્ર નાગરિક બેંક નાં વાઇસ ચેરમેન ઓમદેવસિંહ જાડેજા તથા પરીવાર દ્વારા રાજપુત સમાજ ભવન ખાતે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયુ હતુ. જેમા ૨૦૦ બોટલ રક્‍ત એકત્રીત થયુ હતુ. રક્‍તદાન કેમ્‍પ માં ઉપસ્‍થિત પુર્વ કેન્‍દ્રીય મંત્રી અને સાંસદ પરષોતમભાઇ રુપાલા એ પી.આર.જાડેજાને જાહેરજીવનનાં તપસ્‍વી ગણાવી વિરોચિત શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. આ વેળા જાડેજા પરીવાર ઉપરાંત યુવા અગ્રણી ગણેશભાઈ, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, નાગરિક બેંક ચેરમેન કિશોરભાઈ કાલરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા, અશોકભાઈ પીપળીયા, ફુલભાઈ ટોળીયા, કારોબારી અધ્‍યક્ષ ક્રિપાલસિંહ જાડેજા, યાર્ડનાં ઉપાધ્‍યક્ષ ધર્મેન્‍દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. રાત્રે યોજાયેલા લોકડાયરાને લોકોએ મોડી રાત સુધી માણ્‍યો હતો.

(10:21 AM IST)